જૂનાગઢના ભેસાણમાં ગુજરાત પોલીસ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ અભિયાન અંતર્ગત અલગ અલગ ગામડાઓમાં જઈને ભેસાણ પોલીસ દ્વારા જાગૃતિ લાવવામાં આવી જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે કોઈ પણ પ્રકારની અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો સાથે સાથે અજાણ્યા વીડિયો કોલ ને સ્વીકારશો નહીં અને આપની અંગત માહિતી કોઈપણ વ્યક્તિને આપશો પણ નહીં જેમાં અજાણી કે અનઅધિકૃત વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં તમારો ઓટીપી પણ આપવો નહીં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 માં 66,997 વ્યક્તિઓ સાયબર ક્રાઇમ નો ભોગ બનેલ છે અને જેની અંદર ત્રણ લાખથી વધારે રૂપિયાની રકમો તેઓ ગુમાવેલ પણ છે
આનાથી સિનિયર સિટીઝનો ને પણ સાવચેત રહેવાની જરૂર છે જો કોઈપણ સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો રાજ્ય પોલીસે દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી ગુજરાત પોલીસ દ્વારા ફરિયાદ માટે 1930 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે ભેસાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી કે સરવૈયા સાહેબ દ્વારા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં જઈને પોલીસ સ્ટાફ અને સીટી દ્વારા સિનિયર સિટીઝનો ના તમામ નો સંપર્ક કરી સમજણ આપવામાં આવી હતી અને આ અભિયાનમાં મોટાભાગના સિનિયર સિટીઝનો એ ભાગ લીધો હતો
મહેશ, કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ