October 18, 2024

ઝગડીયા તાલુકાના પાતાળિયા હનુમાનજી મંદિર જવાનો રસ્તો તંત્ર દ્વારા પાકો બનાવી આપવા માંગ…

Share to

મંદિર આશરે બે કિલોમીટર જેટલું અંદર જંગલ વિસ્તાર મા આવેલું છે

ઝગડીયા તાલુકાના અતિ પૌરાણિક ગણાતા અને ડુંગરોની મધ્યમાં સ્થિત હનુમાનજી નું મંદિર આવેલ છે જે ડુંગરો વિસ્તાર ની અંદર માં આવેલા પાતાળિયા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે જ્યાં લોકવાયકા મુજબ સાક્ષાત બજરંગબલી હનુમાનજી મંદિર મા બિરજમાન છે કહેવાય છે કે આ મંદિર વિજયસિંહ રાજા ના સમય નું માનવામાં આવી રહ્યું છે.. અને તે ખુબ વર્ષો પુરાનું હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે ઝગડીયા તાલુકાના રતનપોર થઈ જવાના રસ્તા ઉપર બાવાગોર દરગાહ ની નજીક આવેલું હનુમાનજીનું મંદિર આશરે બે કિલોમીટર દૂર જંગલમા છે. હનુમાન જ્યંતી તેમજ શનિવાર તેમજ અન્ય દિવસ મા પણ દૂર દૂરથી અનેક હિન્દુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આ મંદિર તરફ જવાનો માર્ગ કાચો અને બિસ્માર હોવાના કારણે ત્યાં આવતા શ્રદ્ધાળુઓ ને જતા વાહનો લઈ જવા તેમજ ચાલવામાં અગવડતા પડી રહી છે કહેવાય છે કે આ મંદિર અતિ પૌરાણિક છે અને અહીં આવતા શ્રદ્ધાળૂઓની માનતા પણ પૂરી થતી હોય છે ત્યારે આ રસ્તા ને તંત્ર દ્વારા પાકો ડામર રોડ બનાવી આપવામા આવે જેથી કરી અહીં ભગવાન ના દર્શન અર્થે વધુ લોકો આવે અને આ સ્થળ ને ઝગડીયા તાલુકામાં પ્રવાસનસ્થળ તરીકે પણ વિકાસ થાય અને તે દ્રષ્ટિ એ લોકો ને સુવિધા મળે તેવી લોક માંગણી છે …


Share to

You may have missed