ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે અગાઉ ની રીશ રાખી મારામારી કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા…સાત માથાભારે ઇસમો વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ગુનો નોંધાયો

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 19-03-22

સાત પૈકી બે ઇસમોએ જાતિ વિષયક અપમાન કર્યુ હોવાની ફરિયાદ કરાતા ચકચાર..

આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ હોળીનો દિવસ હોઇ સાંજના છ વાગ્યાના અરસામાં દુ.વાઘપુરા ઉમલ્લાના ચંદનનગરી ખાતે વિનોદભાઇ ચુનીલાલ વસાવા, તેમની માતા રમીલાબેન વસાવા તેમજ ભાઇ અજય ચુનીલાલ વસાવા હોળી પ્રગટાવવાના સ્થળે લાકડા મુકવા ગયા હતા. આ લોકોને જોઇને ત્યાં હાજર આસીફભાઇ એહમદભાઇ શેખ તથા ઉમેશભાઇ લલ્લુભાઈ પ્રજાપતિ બન્ને રહે.દુ.વાઘપુરાનાએ વિનોદભાઇને કહ્યુ હતુકે તમારાવાળાને આર ટી આઇ ની માહિતિ માંગવા જોઇએ છે, એમ કહીને ગાળો દીધી હતી. ત્યારબાદ આ બન્ને ઇસમો ઉપરાંત

01- પ્રેમદાસ ઉર્ફે લાલો રામદાસ વસાવા,

02- મનુભાઇ મોહનભાઇ વસાવા

03- વિનોદભાઇ પુનિયાભાઇ વસાવા,

04- રસીકભાઇ ઉર્ફે શંકરભાઈ અશોકભાઈ વસાવા,

05- ધર્મેશભાઇ દિનેશભાઇ વસાવા

06-ઉમેશભાઇ લલ્લુભાઈ પ્રજાપતિ

07-આસીફભાઇ એહમદભાઇ શેખ

તમામ રહે.ગામ દુ.વાઘપુરાનાએ એકસંપ થઇને પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. આ મારામારી દરમિયાન વિનોદભાઇ ચુનીલાલ વસાવા, રમીલાબેન ચુનીલાલ વસાવા તેમજ અજયભાઇ ચુનીલાલ વસાવા ઇજાગ્રસ્ત થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ આ પૈકીના આસીફભાઇ એહમદભાઇ શેખ તેમજ ઉમેશભાઇ લલ્લુભાઈ પ્રજાપતિએ તમને આરટીઆઇ માંગવાની આદત પડી ગઇ છે એમ કહીને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટના બાબતે ચંદનનગરી દુ.વાઘપુરા ઉમલ્લાના રહીશ વિનોદભાઇ ચુનીલાલ વસાવાએ ઉપરોક્ત સાત ઇસમો સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી…

#DNSNEWS


Share to