ઝઘડિયાનાં ખરચી ગામથી તેમજ ગોવાલી ગામ મેં દારૂ ના અડ્ડા ઉપર પોલિસ ત્રાટકી…પોલીસે બુટલેગરના ઘરના વાડામાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે વિદેશીદારૂ જડપી પાડ્યો

Share to

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 02-02-22

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ દેશી દારૂનું વેચાણ..

ઝઘડિયા પોલીસે ખર્ચી ગામે બુટલેગરને ત્યાં રેડ પાડતા વિદેશી દારૂ સાથે મકાનની પાછળ આવેલા વાડામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે બગાસું ખાતા પતાસું મળ્યું હતું અને પોલીસે દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો તો ઝઘડિયા પોલીસે ગોવાલી નજીકથી પણ વિદેશી દારૂ સાથે મોટર સાયકલ કબ્જે કરી બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી

ઝઘડિયા પોલીસની ટીમ ગત રાત્રિ દરમિયાન ખરચી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાનાં ખરચી ગામના તળાવ ફળિયા મા રહેતા દીપેશ મંગુભાઈ વસાવાએ ઘરના વાડામા ગેરકાયદેસર સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવા ના સાધનો તેમજ રોકડ રકમ મળી કુલ ૨૦૯૮૦/- ના મુદ્દામાલ ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યો હતા તેમજ દીપેશ મંગુભાઈ વસાવા રહે ખરચી ઝઘડિયા ઘરે નહીં મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જોકે બુટલેગરના ઘરના વાડામાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો ત્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં બુટલેગરો દારૂની ભઠ્ઠીઓ ચલાવી દેશી દારૂનું ધૂમ વેચાણ કરી લેવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે હાલ તો પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર બુટલેગર તેમજ ફરાર ઈસમોને શોધી કાઢવા પોલિસે ચક્રોગતિમાન કર્યા છે

ઝઘડિયા પોલીસે ગોવાલી ગામે પણ નવીનગરી વિસ્તારમાં સલમાન નાશીર ગરાસીયા દારૂનું વેચાણ કરીને હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે અજાણ્યા બુટલેગરો પોતાની મોટરસાયકલ નંબર જીજે ૧૬ ડીડી ૦૧૫૧ ઉપર દારૂનો જથ્થો લાવી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે નાના સાંજા ગામ પાસે જ બૂટલેગરોને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા પરંતુ બુટલેગરો પોલીસને જોઈ પોતાની બાઈક અને દારૂનો જથ્થો મૂકી ભાગી જવામાં સફળ રહ્યા હતા પોલીસે હાલ તો મોટરસાયકલ દારૂનો જથ્થો સહિત મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બૂટલેગરોને ઝડપી પાડવાની કવાયત આરંભી છે

#DNS NEWS


Share to