September 7, 2024

નર્મદા જિલ્લા મા હજી કેટલા બોગસ ડોકટરો છે??

Share to

ડેડીયાપાડા થી વગર ડીગ્રી નો વધુ એક ડોકટર પકડાયો, જિલ્લા નો કુલ સ્કોર 4 થયો


અગાઉ રાજપીપળા ન્યાયાલય ની બાજુમાં જ ડિગ્રી વગર પ્રેકટિસ કરતા ડોક્ટર ઉપર ખોટી સારવાર કરી દર્દીનું મોત નિપજાવવાના આરોપસર એકથી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હજી કેટલા બોગસ ડોક્ટરો નર્મદા જિલ્લાના ગામડાઓમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે a સઘન તપાસનો વિષય છે

ઈકરામ મલેક: નર્મદા રાજપીપળા

નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામડાઓમાં દવાખાના ખોલી સ્થાનિક ભોળા લોકોમાં પોતે ડોક્ટર છે એવી છાપ ઊભી કરી એલોપેથીની સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ અને ફરજી ડૉક્ટરોને પકડી પાડવા માટે નર્મદા પોલીસે ઝુંબેશ ચાલુ કરી છે.

આ ઝુંબેશ હેઠળ પ્રથમ ડેડીયાપાડા પછી સાગબારા પછી તિલકવાડા બાદ ફરી એક વખત ડેડીયાપાડા ગામ ના બજાર વિસ્તારમાં દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટર સિમુલ કાશીકાંત વિશ્વાસ ને ડેડીયાપાડા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

નર્મદા LCB પોલીસ દ્વારા જિલ્લા માંથી 3 જેટલા ડીગ્રી વગર ના ડોકટરો ની ઓળખ કરી સ્થાનિક સરકારી આરોગ્ય વિભાગ ના મેડિકલ ઓફિસરો ને સાથે રાખી રેડ કરી પકડી પાડવામાં આવ્યા હતા, અને કાયદેસર ની કાર્યવાહી કરાઈ હતી, ત્યાર બાદ સફાળા જાગેલા તાલુકા પોલીસ સ્ટેશનો દવારા પણ આ મુદ્દે તપાસ કરવામાં આવી હતી.


Share to

You may have missed