આજે સંસદમાં કોંગ્રેસ પાર્ટી “પેગાસસ સ્પાયવેર” જાસૂસીનો મુદ્દો ઉઠાવી રહી છે. આજે પેગાસેસ જાસૂસી કાંડ મુદ્દે જુનાગઢ શહેર માં વિરોધ પ્રદર્શન કરવા મા આવ્યું.
શ્રી રાહુલ ગાંધીજી સહિત કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે આજે સંસદમાં બોલશે ત્યારે આ મુદ્દાને જુનાગઢ શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ સડક પર આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા યુવાનો નો અવાજ દબાવવા નું કામ થઈ રહ્યું છે ત્યારે સરકારના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી યુવાનો ની અટક કરવા માં આવીરહી છે. યુવાનો જ્યારે જ્યારે રસ્તા ઉપર ઉતરે ત્યારે અટક કરી ધરપકડ કરવામાં આવે છે
આજે પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ,જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી અદનાનભાઈ જિલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ અવિનાશભાઈ પરમાર,જૂનાગઢ શહેર યુથ કોંગ્રેસ ના પ્રમુખ જયદીપભાઇ ઓડેદરા,કેશોદ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ રીધમભાઈ ગૌસ્વામી, માણાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ મીતભાઇ જલુ,NSUI ના યુગભાઇ પુરોહીત, મહામંત્રી નીલભાઇ પારેખ, કાર્યલય મંત્રી ફારુકભાઇ સુમરા, ઊપ પ્રમુખ વાસવાણી ભાઇ, સહીત ની ધરપકડ કરવામાં આવી હતી.
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના