November 21, 2024

“”અમારા કંપનીના અંદર એક દીપડો આંટાફેરા મારે છે”” ઝઘડિયા ની જીઆઇડીસી મા આવેલ પરીખ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો..

Share to

ઝગડીયા GIDC ની કેટલીક કંપનીઓના ખાલી જગ્યા મા જગલ જેવી પરિસ્થિતિ…

પરીખ એન્ટરપ્રાઇઝ કંપનીના અંદરમાંથી એક દીપડો પાંજરે પુરાયો

મળતી વિગત અનુસાર ઝઘડિયા જીઆઇડીસી સ્થિત પરીખ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં થોડાક સમય પહેલા કંપની ના માણસો દ્વારા એક દીપડા એ દેખા દેતા કંપની સતાધિસો દ્વારા ઝગડીયા વનવિભાગ ને જાણ કરી હતી કે અમારા કંપની મા એક દીપડો આંટા ફેરા મારે છે જેથી વનવિભાગ ના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક પરીખ એન્ટરપ્રાઈઝ કંપની મા પાજરૂ મુકવામાં આવ્યું હતું.અને તેને લાલચ આપવા માટે એક અલગ ચેમ્બર મા ચારો પણ મુકવામાં આવ્યો હતો..

ત્તયારે આજ રોજ સવારે કંપની સત્તાધીશો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે એક દીપડો પાંજરાની અંદર પુરાયો છે તેની જાણ થતા ઝઘડિયા વન વિભાગ ના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પાંજરામાં પુરાયેલ દીપડાને સહી સલામત રીતે ઝઘડિયા વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જોકે આ દીપડો કેવી રીતે અને કેટલા સમય થી કંપનીના અંદરમાં આવ્યો હતો તે હજુ જાણી શકાયું નથી પરંતુ ઝઘડિયા Gidc મા આવેલ ઉદ્યોગો ની અંદર માં કેટલીક કંપનીઓના વિસ્તાર ઘણા મોટા હોવાના કારણે ત્યાં વૃક્ષો અને ઝાડી જાખરા વનસ્પતિ વધુ થઈ જવાના કારણે ત્યાં જંગલ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને કંપનીઓ દ્વારા આવા વિસ્તારો ને સફાઈ રાખતી નથી હોતી જેથી કરી દિપડા સહિત અન્ય પ્રાણીઓ ત્યાં અવારનવાર પોતાની રહેણાંક ની જગ્યા બનાવી લેતા હોય છે અને તેઓ ખોરાક ની શોધ મા નીકળતા હોઈ છે જેનાથી માનવો નો અવરનવાર સામનો કરવો પડતો હોઈ અને તેનાથી કોઈક વાર હુમલા ના બનાવો પણ બનતા હોઈ છે અને અનેક લોકો ને ઈજાઓ પણ થતી હોઈ છે..અત્રે ઉલ્લેખની છે કે આવીજ રીતે અગાઉ પણ ઘણા દીપડા આવી કંપનીઓના અંદર ઘુસી જતા હોઈ છે અને તેઓ ની પ્રીમાંયસી ની અંદર જ ઘર કરી લેતા જોવા મળ્યા છે..

ત્યારે અગાઉ પણ દીપડાઓના બચ્ચાઓ સાથે પુરા પરીવારને પણ જોવાના કિસ્સા બહાર આવ્યા અને તેવા વિસ્તારમા માણસો અને પશુઓ નું જવું મુશ્કેલ છે ત્યારે આવી કંપનીઓ દ્વારા આવા વિસ્તારોમાં સાફ-સફાઈ કરી અને તે વિસ્તારને ચોખ્ખો રાખે અને આવા વન્ય પ્રાણીઓ ને વનવિભાગ પકડી પાણી અને ભોજન મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી આવે તે જરૂરી છે


Share to

You may have missed