November 20, 2024
Share to


ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ સેવારૂરલ હોસ્પિટલમાં આંખની સારવાર માટેનો વિભાગ ક‍ાર્યરત છે. દરવર્ષે સેવારૂરલ હોસ્પિટલમાં આંખના મોતિયા ઝામર અને વેલના ચાર હજાર જેટલા ઓપરેશન થાય છે. સેવારૂરલ હોસ્પિટલમાં આંખના રોગ ઉપરાંત સ્ત્રી રોગ બાળરોગ સહિત અન્ય બિમારીઓ ધરાવતા દર્દીઓને માટે પણ અધ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ છે.

હોસ્પિટલના સ્ત્રી વિભાગમાં પ્રસુતિ માટે રોજ મોટી સંખ્યામાં સગર્ભા સ્ત્રીઓ હોસ્પિટલમાં દાખલ થતી હોય છે. હોસ્પિટલના આંખ વિભાગમાં ગતરોજ તા.૮ મી એપ્રિલથી આંખના પડદાના વિવિધ પ્રકારના ઓપરેશનની સુવિધા શરુ કરવામાં આવી છે.હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર દિલિપભાઇ પટેલના જણાવ્યા મુજબ આંખના પડદાના ઓપરેશન માટે અતિઆધુનિક માઇક્રોસ્કોપ તેમજ વિવિધ પ્રકારના સાધનો સહિત રુ.૭૦ લાખના ખર્ચે મશીન લાવવામાં આવ્યું છે.ઉપરાંત આંખના પડદાની તપાસ માટે ઓસીટી મશીનની સુવિધા પણ વિકસાવવામાં આવી છે.વધુમાં જણાવાયા મુજબ આંખના પડદાના નિષ્ણાત તબીબ હોસ્પિટલમાં દર શનિવારે મળશે અને આંખના પડદાના વિવિધ દર્દીઓને તપાસશે.


Share to

You may have missed