November 21, 2024

ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે દિપડાએ વાછરડા પર હુમલો કર્યો..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા,ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં દિપડાઓ વસ્તી વધુ હોઇ અવારનવાર માનવીઓ તેમજ પશુઓ પર હુમલાના બનાવો બનતા હોઇ છે આવાજ એક બનાવમાં ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે ઘરના વાડામાં બાંધેલી ગાયો સાથેના વાછરડા પર દિપડાએ મળસ્કે હુમલો કરતા વાછરડુ ગંભીર રીતે ઘાયલ થયુછે વળી આજ ગામે કેટલાક દિવસો પેહલા દિપડાએ હુમલો કરતા બે વાછરડાના મોત થયા હતા દિપડાના હુમલાના પગલે ગામલોકો ભયભીત બન્યા હતા

વનવિભાગ દિપડાને કેદ કરવા પાંજરૂ ગોઠવે તેવી માંગ કરી હતી રૂંઢ ગામના પશુપાલક દત્તુભાઇ રમેશભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે ઘરના વાડામાં ગાયો અને વાછરડા બાંધેલા હતા અને મળસ્કે ગાયોનો અવાજ સંભળાતા બહાર નિકળી જોતા એક વાછરડા પર દિપડાએ હુમલો કર્યો હતો તેમ જણાયુ હતુ સવાર પડતા વાછરડાની સારવાર કરાવી હતી અને પશુઓના તબીબના જણાવ્યા મુજબ વાછરડાની હાલત નાજુક હોવાનુ જણાવ્યું હતુ રૂંઢ ગામે અગાઉ પણ એક પશુપાલકની ગાયો પર દિપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ૨ વાછરડાએ જીવ ગુમાવ્યો હતો ગામલોકોએ દિપડાના હુમલા બાબતે વનવિભાગને માહિતી આપી હતી અને દિપડાને ઝેર કરવા પાંજરૂ ગોઠવવા માંગ કરીછે વનવિભાગ દ્વારા દિપડાઓને ઝડપી પાડવા કવાયત હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

*#DNSNEWS*


Share to

You may have missed