ભરૂચ: મંગળવાર: ૨૧ જૂન ૨૦૨૨ના રોજ “વિશ્વ આંતરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિતે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ(USA) ની વિશેષ ઉપસ્થિતિ સાથે તેઓના માર્ગદર્શન હેઠળ યોગા કરાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી પ્રવીણભાઈ પટેલે દિવ્યાંગ બાળકો તથા કર્મચારીઓને વિવિધ યોગા કરાવીને યોગનું મહત્વ સમજાવ્યું હતુ .
આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ,આચાર્ય મનીષા બેન, રાજેન્દ્ર ભાઇ તથા સૌ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. ૭૫ જેટલા દિવ્યાંગ બાળકો અને ૧૨ જેટલા કર્મચારીઓ સાથે યોગ દિવસની ઉજવણી સરસ રીતે સાકાર કરવામાં આવી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.