November 21, 2024

દેડિયાપાડાના સામોટ ગામે નારીશક્તિ કેન્દ્રના પ્રાંગણમાં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Share to



તારીખ ૨૧ જૂન,૨૦૨૨ ને મંગળવારના રોજ નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ “માનવતા માટે યોગ” ની થીમ પર ૮ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેડિયાપાડા તાલુકાના સામોટ ગામે આવેલા નારી શક્તિ કેન્દ્ર ખાતે આગેવાનો, શાળાના બાળકો અને ગામલોકોની ઉપસ્થિતિમાં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોના હસ્તે નારીશક્તિ કેન્દ્રના સંકુલમાં ૩૫ જેટલાં છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટેનો પણ સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

આ અવસરે ગામના સરપંચ શ્રીમતી કવિતાબેન ડી. વસાવા, ગામના પૂર્વ સરપંચશ્રી સોમાભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી રમીલાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દામાભાઈ વસાવા, ગ્રામપંચાયતના સભ્યોશ્રી ચંદ્રસિંગ વસાવા અને શ્રી રામસિંગ વસાવા, નારીશક્તિ કેન્દ્રના સંચાલકશ્રી ડો. રાહુલભાઈ, સામોટ ગામના આગેવાનશ્રીઓ શ્રી સીંગાભાઈ વસાવા અને શ્રી દશરિયાભાઈ વસાવા, સામોટ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીશ્રી, વનવિભાગ સગાઈ રેન્જના આર.એફ.ઓ અને તેમની ટીમ તથા પ્રાથમિક શાળા સામોટ, ગિરીવર ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલ સામોટના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

રિપોર્ટ.. દિનેશ વસાવા. ડેડીયાપાડા. 9909355809


Share to

You may have missed