December 3, 2024

વિકાસ ની આડે આવતા! પર્યાવરણ ના ફેફસાં જેવાં વૃક્ષો નો ખાત્મો બોલાઈ રહ્યો છે: સામાજિક વનીકરણ ના અધિકારીઓ ગાયબ!!

Share to

પર્યાવરણ દિન ની ઉજવણી મા વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો ના સૂત્રો લખેલા પોસ્ટરો બનાવી સ્કૂલ ના વિદ્યાર્થીઓ ના હાથ મા પકડાવી ફોટા પડાવતા ફોરેસ્ટ ના આલા અધિકારીઓ હવે નડતરરૂપ ના હોય તેવા લીલાંછમ વૃક્ષો ના ખાત્મા સમયે ક્યાં ગયાં??

રોડ સાઈડ ના કાપેલા વૃક્ષો ના લાકડા ને નંબર પડ્યા વગર ટ્રકો મા ભરી ને લઈ જતા પાસ પરમીટ મા ઘાલમેલ ની શંકા ને નકારી શકાય નહિ

ઈકરામ મલેક નર્મદા બ્યુરો રિપોર્ટ:- ૩૧/૦૫/૨૦૨૧ ને સોમવાર

રાજપીપળા નગર મા બની રહેલા રાજ્ય ધોરી માર્ગ ના નામે લીલાંછમ વૃક્ષો ની હરાજી અને ખાત્મા નો ચાલી રહેલો ખેલ, લાકડા ના વેપારીઓ ના લાભ મા રાજી સામાજિક વનીકરણ ના આલા અધિકરીઓ ને એ જોવા ની ફુરસત નથી કે કયા ઝાડ નડતરરૂપ છે અને કયા નથી. 100-100 વર્ષ કરતા પણ જૂના ઝાડો કે કાર્બન ડાયોક્સાઇડ ને શોષી ને માનવજાત ને જીવવા માટે અનિવાર્ય એવા ઓક્સિજન નું ઉત્સર્જન કરે છે. કાળઝાળ ઉનાળા મા લોકો ને છાંયડો અને શીતળતા પ્રદાન કરે છે તો એવા ઝાડો ને વિકાસ ની આડ મા કાપી ને વેચી મારી ને ફોરેસ્ટ વિભાગ ને કેટલી આવક થઈ હશે જે એક વૃક્ષ દ્વારા આપવામાં આવતા ઓકસિઝન ની તોલે આવી શકે !!!

સામાજિક વનીકરણ દ્વારા રોડ ની આજુબાજુ મા આવેલા ઝાડો ઉપર આડેધડ નંબરો પાડી એની કિંમત આંકી ને લાકડાં ના વેપારીઓ ને હરાજી કરી વેચી નાંખવા મા આવતા હોય છે, ત્યારે શું એ જોવાય છે કે કયું ઝાડ રોડ ને ખરેખર નડતરરૂપ છે કે કેમ?? શું એ કાપવા યોગ્ય છે? એની ચકાસણી કરાઈ હોય છે?? વન વિભાગ ની જવાબદારી તો વૃક્ષો વાવવા અને ઉછેરવાની હોય છે, પર્યાવરણ ને બચાવવા ની હોય છે ત્યારે એનાથી વિપરીત નું કામ કેમ કરવામાં આવી રહ્યું છે. જેટલા ઝાડ કાપવામાં આવશે પછી એના અવેજ મા એજ જગ્યા ઉપર બીજા કેટલા ઝાડ રોપવામાં આવશે?? અને ક્યારે ? એ રોપેલા ઝાડ ને કોણ સાચવશે અને ક્યારે ઊગી રહેશે??

2-3 વર્ષ અગાઉ રાજપીપળા થી કેવડીયા સ્ટેચ્યુ યુનિટી ને જોડતા ફોર લેન માર્ગ ઉપર ગોપલપુરા થી સમારીયા ના પાટિયા સુધી રોડ ની બન્ને તરફ ના વૃક્ષો એ ઊંચાઈ એ એક બીજા સાથે જોડાઈ ને જાણે કુદરતી ટનલ બનાવી દીધી હતી, ઉનાળા ના ધોમ ધખતા તાપ મા એ ગ્રીન ટનલ મા થી વાહન લઈ પસાર થતી વખતે આપોઆપ શીતળતા નો અહેસાસ થઈ જતો હતો, પ્રવાસીઓ પોતાનાં વાહનો પાર્ક કરી કુંડાળે વળી જમવા બેસી આનંદ માણતાં હતાં જે હવે ભૂતકાળ બની ચૂક્યું છે. આજે ત્યાં થી પસાર થતી વખતે ઉજ્જડ ભાસે છે, કાળઝાળ ઉનાળા મા ક્યાં ઉભા રહેવું ? રોડ કોન્ટ્રાક્ટરે પોતાની ફરજ ના ભાગ રુપે રોડ ડિવાઈડર ની વચ્ચે સુશોભન માટે બોગન વેલ વાવી ઉછેરવાનો પ્રયત્ન કર્યો જે નિષફળ નીવડ્યો છે. કદાચ મહાકાય લીલાં વૃક્ષો કાપી ને એના અવેજ મા બોગનવેલ નો નાટક કુદરતે નકારી કાઢ્યો હશે…..


Share to