રાજપારડી પાસેના પ્રાંકડ ગામે સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર

Share to

અજાણ્યો ચોરો સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી ૨,૯૨,૯૦૦, ઝઘડીયા તાલુકામાં ટુંકાગાળામાં વધેલા ચોરીના બનાવો

ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલા પ્રાંકડ ગામના દિલિપસિંહ છત્રસિંહ પ્રાકડાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીના મકાનના પાછલા ભાગે જાળીને તાળુ મારવાના નકુચાને કોઇ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશી તિજોરી ખોલી તેમાથી સોના ચાંદીના દાગીના,રોકડા રૂપિયા આમ કુલ મળી ૨,૯૨,૯૦૦ રૂપિયાનો મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાછે ઘટના બાબતે રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી ચોરોની શોધખોળ કરી ગુનો ડિટેક્ટ કરી ચોરોને ઝેલના સળીયા પાછળ ધકેલી દેવાના પ્રયાશો હાથધર્યાછે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પેહલા ઝઘડીયાના અછાલિયા ગામે ૨૫ લાખ રૂપિયા ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી આમ તાલુકામાં ટુંકા દિવસોમાં ચોરીઓની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવતા તાલુકાની પ્રજા ચિંતિત બનીછે પોલીસ તંત્ર ચોરોને કાયદાનુ ભાન કરાવે તેવી લોકો માંગ કરી રહ્યાછે

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed