ભાજપ કેન્દ્ર સરકારને સાત વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતા ગુજરાત ભરમાં ઠેર ઠેર જગ્યાએ ભાજપ દ્વારા લોકોને સેવા માટે વિવિધ કાર્યો કરી ઉજવણી થઇ રહી છે તે અંતર્ગત હળવદ ખાતે આવેલ ઐતિહાસિક સામંતસર સરોવરમાં સ્વચ્છતા અભિયાન હળવદ શહેર ભાજપ તથા હળવદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધર્યુ હતુ.આ સરોવર બારે માસ નર્મદાના નીરથી ભરેલું હોય છે ત્યારે કેનાલમાં માંથી પાણીની સાથે લિલ અને સેવાળ પણ આવતી હોય તેના કારણે લીલ સેવાળ તળાવકાંઠે એકત્ર થતુ હોય છે જેના લીધે તળાવના કાંઠે અતિશય ગંદકી થઈ હતી તેથી ત્યાંથી પસાર થતાં નગરજનોને દુર્ગંધ તથા ગંદકીના લીધે પરેશાનીનો સામનો કરવો પડતો ત્યારે હળવદની આન બાન શાન એવા સામંતસર સરોવર કાઠે થયેલ ગંદકીને સાફ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવા હળવદના નગરજનોની માંગ હતી ત્યારે સેવા સપ્તાહ અંતર્ગત હળવદ નગરપાલિકા અને હળવદ શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ જે માટે હોળકા મંગાવી અને આ કાર્યમાં સરળતાથી અને ઝડપી કામ થઈ શકે તે રીતે આ કાર્ય હાથ ધરવામાં આવ્યૂ હતુ.આ પ્રોજેક્ટમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ભાજપના પીઢ આગેવાન બીપીનભાઈ દવે નગરપાલિકાના પ્રમુખ, મહામંત્રી રમેશભાઈ દલવાડી , સંદીપભાઈ પટેલ ,શહેર યુવા પ્રમુખ તપન દવે ,મેહુલ પટેલ ,અશ્વિન કણજઝરીયા,અશોક પ્રજાપતિ , સહિત શહેર ભાજપના કાર્યકર અને પાલિકાના કર્મચારીઓ સેવાકાર્યમાં જોડાયા હતા.
પાર્થ વેલાણી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.