November 28, 2024

મોટરસાયકલ ઉપર દારૂની ખેપ મારી રહેલા બુટલેગરને તિલકવાડા પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો

Share to

ઈકરામ મલેક:-નર્મદા બ્યુરો

તિલકવાડા પોલીસ દારૂ નો ગણનાપાત્ર શોધી કાઢ્યો અંગ્રેજી દારૂ બોટલ નં 60 કિંમત રૂપિયા 30,000 તથા મોટરસાયકલ કિંમત 50,000 મોબાઈલ નંગ 2 કિંમત રૃપિયા છ હજાર મળી કુલ ૮૭ હજાર ના મુદ્દામાલ સાથે આરોપી ભાવેશ બચુભાઈ ડુંગરા ભીલ રહે બોરડા ફળિયું કુકરદા તાલુકા નસવાડી જિલ્લા છોટાઉદેપુર ને તિલકવાડા પોલીસે વોચ ગોઠવી અગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો હતો.

આરોપી પોતાની મોટરસાયકલ ઉપર 30,000 રૂપિયાની કિંમતનો દારૂ લઈ ને હેરાફેરી કરી રહ્યો છે તેવી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે તિલકવાડા પોલીસ ના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એમ. બી. વસાવા ડી. બી શુકલ ના ઓ સંકલન કરી નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધાત કેવડીયા વિભાગ ના દોરી સંચાલન મુજબ વોચ ગોઠવી આરોપીને પકડી પાડયો છે.


Share to

You may have missed