December 11, 2024

ઝધડીયા-વાલીઆ-નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનન તથા વહન અંગે સંકલન સમિતિની મીટીંગમા અવાર-નવાર પ્રશ્ર્ન ઉપસ્થિત થતા ઝધડીયાના નાયબ કલેક્ટરે મામલતદારોને આદેશ કરાતા નેત્રંગ મામલતદારે રોયલ્ટી પાસ વગર રેતી વહન થતી બે ટ્રક ઝડપી પાડી.

Share to

નેત્રંગ, તા.૨૬-૧૧-૨૪

ભરૂચ જીલ્લા સંકલન સમિતિની મીટીંગમા ઝઘડીયા વાલીઆ-નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનન તથા વહન અંગે અવાર-નવાર પ્રશ્ર્ન ઉપસ્થિત થતા તેમજ આર.વો.વીસી માં પણ ત્રણે તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ખનન/વહનની પ્રવૃતિઓ અટકાવવા પગલાં સુચવેલ હોય, જેને લઈ ને ઝધડીયા ખાતેના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટે ત્રણે તાલુકાના મામલતદારોને લેખિત હુકમ જારી કરી તાલુકામાં ચાલતી રેતી ખનન/વહન અંગેની ગેરકાયદેસર થતી પ્રવૃતિઓ અટકાવવા આકસ્મિક તપાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે હુકમ જારી કરાતા નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી તેમજ સ્ટાફ થકી સતત ચેકિંગ ચાલુ કરાતા અગાઉ પાંચ જેટલી ટ્રકો રોયલ્ટી પાસ વગર ની ઝડપી લીધા બાદ નેત્રંગ-રાજપારડી રોડ ઉપર અસનાવી ગામ પાસે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતી બે ટ્રકોના ચાલકો રોડ સાઇડ પર ટ્રકો મુકી ભાંગી જતા સદર ટ્રકો નેત્રંગ પોલીસ ને હવાલે કરાતા રેતમાફયાઓ તેમજ ભુમફીયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
તો બીજી તરફ રાજકીય ગોડફાધરો એનકેન પ્રકારે અધિકારીઓ પર દબાણ લાવતા હોનુ લોકોમા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed