જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકથી નિલેશ જજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃત્તિ ક૨તાં ઈસમોને પકડી પાડવા સુચના આપેલ હોય. જે અન્વયે જિલ્લામાં બનતા ચોરી, ઘરફોડ ચોરી તથા અન્ય અનડીટેક્ટ ચોરીના બનાવનો ડીટેક્ટ કરવા અને આવા ગુન્હાના કામે સંડોવાયેલ ઇસમોને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવા માટે કાઈમ બ્રાન્ચના પો.ઈ.શ્રી જે.જે.પટેલ સા.ની સુચના તથા માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાન્ચના પો.સ્ટાફના અધિકારીશ્રીઓ તથા માણસો કાર્યરત હોય અને આજરોજ એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. સાહીલભાઈ સમા, જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ ભરતભાઈ ચોલંકી વિગેરે પો.સ્ટાફના માણસો ટેકનીકલ સોર્સના માધ્યમથી ચોક્કસ હકિકત મળેલ કે, જૂનાગઢ બસ સ્ટેશન પાસે આવેલ સોસાયટીઓમાં બંધ મકાનોની રેકી કરે છે જે ઇસમે શરીરે બ્લ્યુ, સફેદ, ખાખી તથા ગ્રે કલરની ચેકસ વાળો શર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ છે અને મજકુર ઇરામ હાલમાં ભેસાણ પો.૨સ્ટે. માં બી.એન.એસ. કલમ) મુજબનો ગુન્હો કરીયા ગામે થયેલ ચોરીમાં સંડોવાયેલ છે. તેવી ચોક્કસ હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જતા બસ સ્ટેશનની પાછળ આવેલ નહેર પાર્ક સોસાયટીમાંથી હકિકત વાળો ઇસમ મળી આવતા જેને રાઉન્ડ અપ કરી તેનું નામઠામ પુછી ઇ-ગુજકોપમા તેનો ગુન્હાઇત ઇતીહાસ ચેક કરતા ૨૧ ગુન્હાઓ નોંધાયેલ હોય જેથી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસએ લાવી યુકિત પ્રયુકિતથી પુછપરછ ગુનો કરેલાની હકિકત જણાવતા. મજકુરની વધુ પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગેલ અને ગોળ ગોળ જવાબો આપતા હોય. મજકુરને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આશરે બાર થી તેર દિવસ પહેલા પોતે તથા ૨ણજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ પરમાર રહે. પાલીતાણા વાળાએ ભેંસાણ તાલુકાના કરીયા ગામે દિવસ ચારેક વાગ્યે ચોરી કરેલાની હકિકત જણાવતા તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે સમર્થન મળતા મજકુર ઈસમને બી.એન.એસ.એસ.(ભારતીય નાગરીક સુરક્ષા સહિતા)ક.૩૫(૧)(જે)ની જોગવાઈ મુજબ ધોરણસર અટક કરેલ, મજકુર ઇસમ નીચે મુજબની ચોરીઓ કરેલાની હકિકત જણાવેલ છે.
> (૧) આશરે પંદરેક દિવસ પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત ઉર્ફે પયુ મનુભાઈ વાઘેલા તથા સંજય હરેશભાઈ પરમાર તથા ભયલુ મનુભાઈ વાઘેલા ચારેયએ લીધીકાના થોરડી ગામે એક બંધ મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ हती.
►(૨) આશરે એકાદ મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ મળી આટકોટ પાસેના સાણથલી બાજુમાં વેરાવળ ગામે એક બંધ મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી. જે અંગે ખરાઈ કરતા આટકોટ પો.સ્ટે. માં બી.એન.એસ. ) મુજબ દાખલ થયેલ છે.
> (૩) આશરે છ એક મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ મળી ધોરાજી પાસે મોટી પરબડી ગામે એક બંધ મકાનમાંથી ચોના,ચાંદીના દાગી તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી. જે અંગે ખરાઇ કરતા ધોરાજી પો.સ્ટે. માં આઈ.પી.સી. કલમ મુજબ દાખલ થયેલ છે.
> (૪) આશરે છ સાત મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઇ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ મળી ગોંડલ પાસે વેજા ગામ એક બંધ મકાનમાંથી સોના,ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી. જે અંગે ખરશાઈ કરતા ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.નો નોંધાયો હતો
> (૫) આશરે ત્રણેક મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ બોટાદના લાખયાણી ગામે એક બંધ મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી રહેલ હતી.
> (૬) આશરે પાંચેક મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા નરેશ વશરામ તથા મેશ વશરામ રહે.બંને અધેવાડા ભાવનગર તથા રમેશ પોપટ રહે. આખલોલ જકાતનાકા ભાવનગર મળી ભાવનગર નારી ચોકડી એક મીલની બહારથી ખુલ્લી જગ્યામાંથી લોખંડના ચાર એન્ગલની ચોરી કરેલ હતી.
> (૭) ગીર-સોમનાથ જિલ્લાના ઉના ટાઉનમાં દિવરા દરમ્યાન બંધ મકાનમાં ચોરી કરવાની કોશીષ કરેલ પરંતું મકાનમાંથી કાંઈ મળેલ ન હતુ.
> હસ્તગત કરેલ આરોપી
(૧) મુકેશ ઉર્ફે ભોપલો સ/ઓ ૨મેશભાઇ દેવજીભાઈ સોલંકી ઉ.૫.૩૮ ધંધો. ડ્રાઇવીંગ ૨ઠે. યોગઢ ગામ ડુંગર પ્લોટ તા.ઉમરાળા જી.ભાવનગર
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પ્રો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા પો.વા.સ.ઈ. શ્રી ડી.એમ.જલુ તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. સાહીલભાઈ સમા, જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ. ભરતભાઈ સોલંકી વિ. પો.સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ
નેત્રંગ નગરના મુખ્ય રોડ રસ્તાઓ પર વચોવંચ ફોરવ્હીલ વાહનો મુકી દેતા ટ્રાફિક સમસ્યા હલ થવાના બદલે એનીએ હાલત. તંત્ર થકી કડક હાથે કામગીરી થશે ખરી ?