December 11, 2024

નેત્રંગ નગરના મુખ્ય રોડ રસ્તાઓ પર  વચોવંચ ફોરવ્હીલ વાહનો મુકી દેતા ટ્રાફિક સમસ્યા હલ થવાના બદલે એનીએ હાલત. તંત્ર થકી કડક હાથે કામગીરી થશે ખરી ?

Share to

નેત્રંગ. તા.૨૬-૧૧-૨૪

નેત્રંગ નગરનો ચાર રસ્તાથી લઈને ગ્રામ પંચાયત સેવાસદન સુધીનો મુખ્ય માર્ગ હોય, આ માર્ગ પર ના દબાણો દુર કરી લાખો રૂપિયાની લાગતથી તકલાદી નવીનીકરણ કરવામા આવ્યા બાદ નગરની શોભા વધારવા માટે તેમજ ટાફીક સમસ્યા હલ કરવા માટે રોડની મદયમા ડિવાઇડર મુકવામા આવેલ ત્યાર બાદ પણ ટાફીક સમસ્યા પથાવત રહેતા વહીવટી તંત્ર થકી ચાર રસ્તા થી લઇ ને અદઘા વિસ્તાર માંથી ડિવાઇડર કાઢી નાખવામા આવ્યા બાદ આ જગ્યાએ ફોરવ્હીલ વાહન ચાલક થકી પોતાના વાહનો વંચોવચ રોજેરોજ ઉભા કરી દેવાતા ટાફીક સમસ્યા હલ થવાના બદલે જેસેથે હાલતમા ઉભી રહેતા, આમ રાહદારીઓ થી લઇ ને વાહન ચાલકો રોજેરોજ હેરાનપરેશાન થઇ રહ્યા છે. જેમા ખાસ કરીને મંગળવાર ના રોજ ભરાતા હાટ બજાર ના દિવસે ટાફીક સમસ્યા વિકટ બનતા આમ જનતાને ઓર પરેશાની વેઠવાનો વારો આવે છે. પજાને પડતી તકલીફોને દયાન પર લઇ ને નેત્રંગ પોલીસ કડક હાથે કામગીરી કરે તેવુ નગરની જનતામા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed