_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તનકરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇંટોલ કરવામાં આવેલ સીસીટીવીમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટકરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.*_
💫_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ ૫ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટ્સની ફાઇલ એમ કુલ કિંમત રૂ. ૨૨,૦૦૦/- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
૧) અરજદાર માધવીબેન લાઠીદ્રા નુ રૂ ૩,૫૦૦ ની કિંમત નુ ખોવાયેલ ચાંદિનુ બ્રેસલેટ પરત અપાવેલ
અરજદાર માધવીબેન જુનાગઢનાં વતની હોય માધવીબેન જોષીપરા પટેલ સમાજથી ઓટો રિક્ષામાં બેસીને આઝાદ ચોક તરફ જતા હોય. આઝાદ ચોક ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનુ રૂ. ૩,૫૦૦/- ની કિંમતનુ ચાંદીનુ બ્રેસલેટ ઓટો રિક્ષામાં જ પડી ગયેલ છે. માધવીબેન તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તે ઓટો રિક્ષા મળી આવેલ નહિ. માધવીબેન ખુબ વ્યથીત થઇ ગયેલ ખોવાયેલ ચાંદીનુ બ્રેસલેટ કેવી રીતે શોધવુ?? નેત્રમ શાખા દ્વારા માધવીબેન જોષીપરા પટેલ સમાજથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી માધવીબેન જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો રજી નંબર GJ-25-V-1496 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા માધવીબેન નું રૂ. ૩,૫૦૦/- ની કિંમતનુ ચાંદીનુ બ્રેસલેટ તેમની જ પાસે હોવાનું જણાવેલ આમ અરજદાર માધવીબેન લાઠીદ્રાને તેમનુ ખોવાયેલુ રૂ. ૩,૫૦૦/- ની કિંમતનુ ચાંદીનુ બ્રેસલેટ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ..
(૨)અરજદાર હિતેષભાઇ તન્નાનુ રૂ.૨,૦૦૦/- ની કિંમતનુ ખોવાયેલુ બેગ પરત અપાવેલ
અરજદાર હિતેષભાઇ તન્ના જૂનાગઢના વતની હોય. અને ફરેણી ગામે શિક્ષક તરીકેની સર્વીસ કરતા હોય હિતેષભાઇ સવારનાં સમયે પોતાનુ બાઇક લઇને ફરેણી જઇ રહ્યા હતા તે દરમ્યાન તેમનુ રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ રસ્તામાં ક્યાક પડી ગયેલ હોય તે બેગમાં હિતેષભાઇનો જરૂરી સામાન હોય. નેત્રમ શાખા દ્વારા હિતેષભાઇ ફરેણી જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હિતેષભાઇનુ રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ સક્કરબાગ ખાતે બાઇક પરથી પડતું જણાય આવેલ.ત્યારબાદ તુરંત જ તે બેગ એક અજાણ્યા વ્યક્તી દ્વારા ઉઠાવી લેવાનુ *CCTVમાં સ્પષ્ટ નજરે પડેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સમગ્ર રૂટ ચેક કરી તેનો સંપર્ક કરતા હિતેષભાઇનુ રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ *અરજદાર હિતેષભાઇને એક કલાકમાં તેમનુ ખોવાયેલુ બેગ શોધી પરત અપાવેલ…
(૩) અરજદાર સંદિપભાઇ રૂદાતલાનુ રૂ. ૧,૫૦૦ ની કિંમતના સામાનનું બેગ પરત અપાવેલ.
અરજદાર સંદિપભાઇ રૂદાતલા લીંબડી(સુરેન્દ્રનગર)ના વતની હોય જુનાગઢ ખાતે કેન્દ્રીય વિદ્યાલયમાં પરિક્ષા આપવા માટે આવેલ હોય. સંદીપભાઇ બસ સ્ટેશન ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનુ હોલટીકીટ સહિતનું રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાય ગયેલ છે. સંદિપભાઇએ ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને ઓટો રિક્ષા ક્યાય મળેલ નહી. નેત્રમ શાખા દ્વારા સંદિપભાઇ બિલખા ગેટથી જે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા સંદિપભાઇ પોતાનું હોલટીકીટ સહિતનું રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી.નં.GJ-01-DV-9543 હોય તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી *અરજદાર સંદિપભાઇને તેમનુ ખોવાયેલુ બેગ ગણતરીને કલાકોમાં શોધી પરત અપાવેલ.
(૪)અરજદાર પ્રતીકભાઇ મોરવાડીયાનુ અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનુ રૂ. ૩,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ પરત અપાવેલ
અરજદાર પ્રતીકભાઇ મોરવાડીયા જુનાગઢનાં વતની હોય પ્રતીકભાઇ ઝાંઝરડા ચોકડીથી સરદાર બાગ તરફ ઓટો રિક્ષામાં બેસીને જઇ રહ્યા હતા.સરદાર બાગ ઓટો રિક્ષામાથી ઉતર્યા બાદ તેમને જાણ થયેલ કે તેમનુ અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનુ રૂ. ૩,૫૦૦ ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાય ગયેલ છે. જે બેગમાં પ્રતીકભાઇના આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટસ, કપડા તથા અન્ય જરૂરી સામાન હોય. નેત્રમ શાખા દ્વારા પ્રતીકભાઇ ઝાંઝરડા ચોકડીથી જે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પ્રતીકભાઇ પોતાનું અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનુ રૂ. ૩,૫૦૦ ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનાં રજી.નં GJ-20-W-0936 શોધેલ નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *અરજદાર પ્રતીકભાઇનું અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનુ રૂ. ૩,૫૦૦ ની કિંમતના સામાનનું બેગ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.
(૫) અરજદાર શાહબાઝભાઇ મકરાણીનુ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ ફક્ત ૧ જ ક્લાક્માં શોધી પરત અપાવેલ.
_અરજદાર શાહબાઝભાઇ મુનાફભાઇ મકરાણી રાજકોટનાં વતની હોય અને જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય શાહબાઝભાઇ ગાંધીચોકથી ઓટો રિક્ષામાં બેસી ઢાલ રોડ તરફ જઇ રહ્યા હોય ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનુ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે. જે બેગમાં IPhone નુ ચાર્જર, કપડા તથા અન્ય જરૂરી સામાન હોય. નેત્રમ શાખા દ્વારા શાહબાઝભાઇ ગાંધીચોકથી ઢાલ રોડ તરફ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા શાહબાઝભાઇનું રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ચિતાખાના ચોક પાસે ઓટો રિક્ષામાથી પડતું જણાય આવેલ ત્યારબાદ તરત જ *CCTVમાં સ્પષ્ટ નજરે પડેલ.તે બેગ ત્યાં ઉભેલ એક ફ્રુટની લારી વાળો લેતા જણાય આવેલ તે ફ્રુટની લારી વળાનો સંપર્ક કરતા તે બેગ તેમની પાસે હોવાનુ જણાવેલ.આમ *અરજદાર શાહબાઝભાઇ મકરાણીને તેમનુ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલુ બેગ ફક્ત ૧ જ કલાકમાં શોધી પરત અપાવેલ.
(૬) અરજદાર ગૌરીબેન પૈઠન્કરનુ રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાન સહિતનુ બેગ પરત અપાવેલ
અરજદાર ગૌરીબેન પૈઠન્કર મહારષ્ટ્રના વતની હોય અને જૂનાગઢ ખાતે આવેલ હોય ગૌરીબેન ભવનાથ મંગલધામ બાપુના આશ્રમથી ઓટો રિક્ષામાં બેસી શિવ નીકેતન આશ્રમ તરફ જતા હોય. આશ્રમ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે બેગમાં કપડા, શુઝ તથા અન્ય જરૂરી સામાન હોય. ગૌરીબેને તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તે ઓટો રિક્ષા મળી આવેલ નહિ. ગૌરીબેન મહારષ્ટ્રથી આવેલ હોય તથા તેમનો તમામ જરૂરી સામાન તે બેગમાં હોય જૂનાગઢ તેમના માટે અજાણ્યુ હોય તથા અહિં તે કોઇને ઓળખતા પણ ના હોય ખોવાયેલ બેગ કેવી રીતે શોધવુ?? નેત્રમ શાખા દ્વારા ગૌરીબેન પૈઠન્કર મંગલધામ બાપુના આશ્રમથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી ગૌરીબેન પૈઠન્કર જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો રજી નંબર GJ-11-UU-4747 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા ગૌરીબેન પૈઠન્કરનું રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *અરજદાર ગૌરીબેન પૈઠન્કરને તેમનુ ખોવાયેલુ રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.
(૭) અરજદાર તુષારભાઇ દુદકીયાની અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની ખોવાયેલ ફાઇલ પરત અપાવેલ
અરજદાર તુષારભાઇ જયસુખભાઇ દુદકીયા ભાટીયા ગામના રહેવાસી હોય અને જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય. તુષારભાઇ પોતાની બાઇક લઇ બસ સ્ટેશનથી મોતીબાગ તરફ જતા હોય તે દરમ્યાન તેમની અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની ફાઇલ રસ્તામાં ક્યાંક બાઇક પરથી પડી ગયેલ હોય. જે ફાઇલમાં તુષારભાઇનુ સ્કુલનું આઇડીકાર્ડ, તમામ ઓરીજનલ માર્કશીટ, ઘરના ઓરીજનલ દસ્તાવેજ જેવા ઓરીજનલ ડોક્યુમેન્ટસ હોય. તુષારભાઇ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ ડોક્યુમેન્ટસની ફાઇલ મળી આવેલ નહિ. ફાઇલના તમામ ડોક્યુમેન્ટસ ઓરીજનલ હોય ફાઇલ કેવી રીતે શોધવી?? તે બાબતથી તુષારભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા તુષારભાઇ દુદકીયા બસ સ્ટેશનથી મોતીબાગ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા તુષારભાઇની અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની ફાઇલ રાયજીબાગ ખાતે બાઇક પરથી પડતી જણાય આવેલ ત્યારબાદ તુરંત જ ત્યાંથી પસાર થતા એક અજાણ્યો વ્યક્તિ તે ફાઇલ ઉઠાવતો CCTV માં સ્પષ્ટ નજરે પડેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સમગ્ર રૂટ ચેક કરી તેનો સંપર્ક કરતા તુષારભાઇના અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની ફાઇલ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *અરજદાર તુષારભાઇ દુદકીયાને તેમની ખોવાયેલ અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની ફાઇલ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી
• *અરજદાર માધવીબેન લાઠીદ્રાનુ રૂ.૩,૫૦૦/-ની કિંમતનુ ચાંદીનુ બ્રેસલેટ તથા
• *અરજદાર હિતેષભાઇ તન્નાનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તથા
• *અરજદાર સંદીપભાઇ રૂદાતલાનુ હોલ ટીકીટ સહિતનું રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ
• *અરજદાર પ્રતીક મોરવાડીયાનુ અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનુ રૂ. ૩,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ
અરજદાર શાહબાઝભાઇ મકરાણીનુ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તેમજ
• *અરજદાર ગૌરીબેન પૈઠન્કરનુ રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાન સહિતનુ બેગ તથા
• *અરજદાર તુષારભાઇ દુદકીયાની અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની ફાઇલ
શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને અરજદારોને તેમના કિંમતી સામાનના બેગ તથા અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી કિંમતી સામાનના બેગ તથા અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ શોધી આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ગુમ થયેલ ૫ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ પરત કરેલ હતો
_સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતીકભાઇ કરંગીયા, હેડ.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર રૂપલબેન છૈયા, દક્ષાબેન પરમાર.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ
જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકામા ઘરફોડ કરનાર અને ગુનાઇત ઇતીહાસ ધરાવનાર અલગ-અલગ જીલ્લાના કુલ-૭ ઘરફોડ ગુનાઓમો સંડોવાયેલ ઇસમને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
નેત્રંગ નગરના મુખ્ય રોડ રસ્તાઓ પર વચોવંચ ફોરવ્હીલ વાહનો મુકી દેતા ટ્રાફિક સમસ્યા હલ થવાના બદલે એનીએ હાલત. તંત્ર થકી કડક હાથે કામગીરી થશે ખરી ?