પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અનુસાર ગુમ થયેલ વ્યક્તિઓ/બાળકો નો સંવેદનાપુર્વક અસરકાક કામગીરી કરવા જણાવેલ હોય, જેથી સૂચના અનુસંધાને વિભાગીય પોલીસ અધીક્ષક શ્રી ધાંધલીયા સાહેબનાઓની સુચના મુજબ પો.ઇન્સ. શ્રી બી.બી.કોળી સાહેબ એ પણ સુચના કરેલ કે કોઇપણ વ્યક્તિઓ/બાળકો ગુમ થયેલ હોય તે બનાવ અનુસંધાને અસરકાકર અને તાત્કાલીક કામગીરી કરવી. જેથી પો.સબ.ઇન્સ. વી.એલ.લખધીર ની સાથે એ.એસ.આઇ. દેવાયતભાઇ બાબરીયા પો.કોન્સ. વિક્રમભાઈ કરોતરા, પો.કોન્સ. નારણભાઈ ગળચર તથા પો.કોન્સ. ભરતસીંહ બારડ નાઓ આજરોજ તા.૨૬/૧૧/૨૦૨૪ ના રોજ કાળવા ચોક તથા જવાહર રોડ ખાતે ફુટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જવાહર રોડ ઉપર પંહોચતા એક નાનુ બાળક ઉ.વ.આશરે ૪ વાળુ વાલી વારસ વગર રોડ ઉપરથી મળી આવતા તુરંત જ પો.સબ.ઇન્સ. વી.એલ.લખધીરનાઓએ સદરહું બાળકને હસ્તગત કરી તેનુ નામ પુછતા જણાવેલ ન હોય જેથી તુરંત જ તેને કાળવા ચોક પોલીસ ચોકી ખાતે લાવી તેનો તુરંત જ એક ફોટો પાડી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં તેમજ વિવિધ ગૃપમાં પ્રસીધ્ધ થવા સારૂ મોકલતા તેઓના વાલી વારસને જણા થતા તુરંત જ બાળકના વાલી વારસ કાળવા ચોક પોલીસ ચોકી ખાતે આવતા તેના વાલી ગીરીશભાઈ દેવજીભાઈ રાઠોડ રહે.જુનાગઢ દાતાર રોડ આર્ય સમાજની સામે તા.જી.જુનાગઢ મો.નં. ૮૫૧૧૨ ૪૪૨૬૩ વાળાઓને મળી આવેલ બાળકનું નામ જયદેવ કલ્પેશભાઈ રાઠોડ ઉ.વ.૪ જણાવેલ અને તે બાળક પોતાના ઘરેથી રમતા રમતા આશરે એક કલાક પહેલા ઘરેથી નીકળી ગયેલ અને ગુમ થયેલ હતો અને તેના વાલી વારસ શોધખોળ કરતા હતા. આ દરમ્યાન તેઓના વાલી વારસને સોસયલ મીડીયા મારફત તેના બાળકની ભાળ મળતા તુરંત જ કાળવા ચોક પોલીસ ચોકી ખાતે આવેલ અને તેઓને પોતાના બાળક જયદેવ કલ્પેશભાઈ રાઠોડ ઉ.વ.૪ વાળાને પોતાના માતા-પીતાની સાથે મેળાપ કરાવી પોલીસની સતર્કતાથી પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્ર નેસાર્થક કરતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત..
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકામા ઘરફોડ કરનાર અને ગુનાઇત ઇતીહાસ ધરાવનાર અલગ-અલગ જીલ્લાના કુલ-૭ ઘરફોડ ગુનાઓમો સંડોવાયેલ ઇસમને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો