September 15, 2024

ઝઘડીયા તાલુકાના કપલસાડી પાસે ટ્ક પલ્ટી મારતા ટ્રક ચાલકનું મોત

Share to

ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ પાસે ગઇકાલે રાતે એક ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગઇ હતી.માલીપીપરના રહેવાસી ડ્રાઇવર સોમાભાઇ લકડીયાભાઇ વસાવાનું ગંભીર ઇજા થવાથી સ્થળ પરજ મોત થયુ હતુ. ટ્રક પલ્ટી મારતા ડ્રાઇવર સોમભાઇ વસાવાને માથા અને શરીર પર ગંભીર ઇજાઓ થઇ હતી.સારવાર મળે તે પહેલા જખ્મી સોમાભાઇનું મોત થયુ હતુ.અકસ્માત બાદ હિતેશભાઇ સોમાભાઇ વસાવા એ ઝઘડીયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.અવારનવાર નાનામોટા જીવલેણ અકસ્માતો થતા લોકોમાં ચિંતા દેખાઇ રહી છે.ઝઘડીયા તાલુકામાં વારંવાર અકસ્માતો થવાની પરંપરા ચાલુ રહી છે.

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to