October 17, 2024

હરિયાણા, રાજસ્થાન,મધ્યપ્રદેશ, રાજયના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ડકૈતી/લુંટ/ચોરી ના ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી ભાગેડુ રીઢા મેવાતી ગેંગના આંતરરાજય ગુનેગારને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Share to

પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ તથા નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના આપવામા આવેલ હોય

ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન ગઇકાલ તા-૨૩/૦૫/૨૦૨૧ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે હરિયાણા રાજયના મહેન્દ્રગઢ જીલ્લાના કનીના પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીના ગુનામાં તેમજ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ રાજયના અલગ-અલગ ચોરી/લુંટ/ઘરફોડ ચોરી/આર્મસ એકટ, વિવિધ ગુનાઓમા છેલ્લા ચાર વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપીને અંક્લેશ્વર ખાતે આવેલ છે. જે મળેલ બાતમી આધારે એલ.સી.બી ટીમના પોલીસ માણસોએ વોચમા રહી મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસર કરી હરિયાણા પોલીસને વધુ તપાસ અર્થે સોંપવા કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી-
અલીમ ઉર્ફે બબ્બુ S/O ઇસરાઇલ ઉર્ફે ઇસરી જાતે-મેઉ રહે- હાલ- ફતેહપુર ગાંવ તા.જી.ફરીદાબાદ હરિયાણા મુળ રહે- બાવલા ગામ, મસ્જીદ પાસે તા- તાવડુ જી- નુહુ મેવાત હરિયાણા

આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ છે:-
(૧) કનીના પો.સ્ટે. જીલ્લો મહેન્દ્રગઢ હરિયાણા સી.આર.નં- ૫૬/૨૦૧૬ ઇ.પી.કો. ૩૭૯
(૨) તાવડુ જીલ્લો નુહ હરિયાણા સી.આર.નં- ૧૩૦/૨૦૧૬ ઇ.પી.કો. ૩૦૭ આર્મસ એકટ
૨૫(૧) એ
(૩) સહલાવાસ પો.સ્ટે. જીલ્લા- જજ્જર હરિયાણા સી.આર. નં- ૭૨/૨૦૧૬ ઇ.પી.કો. ૩૭૯
(૪) તાવડુ જીલ્લો નુહ હરિયાણા સી.આર.નં- ૪૨૦/૨૦૧૬ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦
(૫) એમ.ટી.એસ. પો.સ્ટે. જીલ્લો ફરીદાબાદ હરિયાણા સી.આર.નં- ૭૨૯/૨૦૧૬ ઇ.પી.કો. ૩૭૯
(૬) ખુરાખેડા જીલ્લો અલવર રાજસ્થાન સી.આર.નં- ૧૬૯/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯
(૭) ભીવાડી જીલ્લો અલવર રાજસ્થાન સી.આર. નં- ૬૧૩/૨૦૧૮ ઇ.પી.કો. ૩૯૯,૪૦૨
આર્મસ એકટ ૨૫ (૧)એ
(૮) રીંગનોદ પો.સ્ટે. જીલ્લો રતલામ મધ્યપ્રદેશ સી.આર.નં- ૨૦૩/૨૦૧૮ ઇ.પી.કો.૪૫૭,
૩૮૦
નોંધઃ- હરિયાણા નારનોલ જીલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીનો કબ્જો લેવા આવેલ હોય તેઓના કહેવા મુજબ આરોપી અલગ અલગ રાજયોમાં ૩૫ થી ૪૦ જેટલા ગુનામાં વોન્ટેડ હોવાની શક્યતા છે.

એમ.ઓ. તથા વિગત
આરોપી મુળ હરિયાણા રાજયના નુહ મેવાત જીલ્લાના બાવલા ગામનો વતની છે. તેના પરીવારના અન્ય સભ્ય પણ ચોરી, લુંટ, ઘરફોડ ચોરી, જેવા ગુના કરવાની ટેવ વાળા છે. તેમજ આરોપીના ગામમાં સને ૨૦૧૬ માં ગુનાઓ કરતા બે જુથો વચ્ચે જુથ અથડામણ થયેલ જેમાં પકડાયેલ આરોપી પક્ષે ૩૬ માણસોને ગોળીઓ વાગેલી જેમા પકડાયેલ આરોપીને પણ ગોળીઓ વાગવાથી ઇજાઓ થયેલી.
આરોપી વિવિધ રાજયોમાં ટ્રક ડ્રાઇવીંગ કરી ભૌગોલીક પરિસ્થિતીથી માહિતગાર થાય છે ત્યાર બાદ તેના ગેંગના અન્ય સભ્યોને બોલાવી મોબાઇલ શોરૂમની દુકાનો, ટ્રક ચોરી, તેમજ મોટી દુકાનો તોડી ચોરી કરવાની ટેવ વાળો છે.આરોપી અગાઉ પણ ડકૈતી/ચોરી/લુંટ/આર્મસ એકટ ના ગુનાઓમાં પણ પકડાયેલ છે.

કામગીરી કરનાર ટીમ
પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પો.સ.ઇ. પી.એસ. બરંડા તથા હે.કો ચંદ્રકાંતભાઇ તથા હે.કો. ઉપેન્દ્રભાઇ તથા હે.કો. દિલીપકુમાર તથા હે.કો. ઇરફાન, હે.કો. જોગેન્દ્રદાન, પો.કો. કિશોરભાઇ એલ.સી.બી ભરૂચ


Share to

You may have missed