November 21, 2024

ગારીયાધાર ધામેલ દામનગર ને જોડતા માર્ગ પાંચ કરોડના ખર્ચે બનશે,ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો

Share to

લોકોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ મળે તે તેના પૂરતા પ્રયાસો કરાશે ધારાસભ્ય ઠુંમર

બાબરા લાઠી દામનગર વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા માર્ગ ને રાજ્ય સરકારમાં મંજુર કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાત મુહૂર્ત કરાવી ગુણવત્તા યુક્ત કામગીરી કરાવી લોકોને સુવિધાઓઉપલબ્ધ કરાવી રહ્યા છે અત્યાર સુધીમાં લાઠી વિધાનસભા કરોડો રૂપિયાના માર્ગ મંજુર કરવામાં આવ્યા છે
ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે દામનગર વિસ્તારમાં દામનગર ધામેલ અને ગારીયાધાર ને જોડતો માર્ગ ૮.૫૦ કિલોમીટરની લંબાઈ અને સાડા પાંચ મીટરની પહોળાઈ સાથે નો માર્ગ રૂપિયા ત્રણ કરોડ પાંચ લાખના ખર્ચે રાજ્ય સરકારમાં મંજુર કરાવતા આસપાસના વિસ્તારમાં લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
ગારીયાધાર ધામેલ દામનગર ને જોડતા માર્ગ નું ખાત મુહૂર્ત લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરી કામગીરી નો પ્રારંભ કરાવ્યો હતો તેઓએ ખાત મુહૂર્તના પ્રસંગે જણાવ્યું હતું કે લાઠી વિધાનસભા વિસ્તારોમાં રોડ રસ્તાઓ જિલ્લા પંચાયત આયોજન તાલુકા આયોજન એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ અને રાજ્ય સરકારમાં મંજુર કરાવી કરવામાં આવી રહ્યા છે લોકોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો રહ્યા છે
આ તકે લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,રામજીભાઈ ઇસાંમલિયા,ધામેલ ગ્રામ પંચાયતના સરપંચ માધુભાઈ,હજીરાધાર ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઈ,તેમજ ઈશ્વરભાઈ પાલડીયા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed