પઠાર ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે મહિલાનો સ્નાન કરતો વિડિયો ઉતારતા મામલો પોલીસ મથકે પોહચ્યો.

Share to

તા.૨૩-૫-૨૦૨૧ નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ વાલીયા તાલુકાના પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે મહિલા નો સ્નાન કરતો વિડીયો ઉતારવાનો મામલો બહાર આવ્યો છે. મહિલાએ આ અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઓપરેટર ફરાર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરસિંગ સુખદેવ વસાવા નેત્રંગ તાલુકાની પઠાર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે.
સુરસિંગ વસાવાએ પંચાયતની નજીક રહેતી એક મહિલા નાવણીયામાં સ્નાન કરતી હતી તેનો વિડીયો ઉતારવા મોબાઈલ પંચાયતની બારીમાં મુક્યો હતો. દરમ્યાન મહિલાની નજર પંચાયત ઓફિસની બારી પર જતાં મોબાઈલ જોઈ તેને કોઈ વિડીયો ઉતારતો હોવાની શંકા ગઈ હતી. મહિલાએ આ અંગે તેના પતિને જાણ કરતા પતિએ પંચાયત ઓફિસમાં જઇ મોબાઈલ પોતાના કબજામાં લીધો હતો. મોબાઈલ લોક હોવાથી કોનો છે તે જાણી શકાયું ન હતું. જોકે તે સમયે જ મોબાઈલ પર કોઈનો કોલ આવતા તે મોબાઈલ સુરસિંગ વાસાવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોતાનું નામ બહાર આવતા જ સુરસિંગ વસાવા ફરાર થઈ ગયો હતો. જેના પગલે મહિલાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર સુરસિંગને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to