September 7, 2024

ભરૂચ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ 9 ટ્રસ્ટી ઓની ધરપકડ

Share to



ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 લી મે ની રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇ.સી.યુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિ ઓ જીવતા ભુંજાય ગયાં હતાં આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે આઇ.એ.એસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં અને તપાસ શરૂ કરવામા આવી હતી
આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ IPC કલમ 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે આ મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટી
ઓની ધરપકડ કરી છે ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા આ ગુનામાં 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે


Share to

You may have missed