November 21, 2024

ઉપલેટામાં વાવાઝોડાને કારણે કેળને નુકસાનતાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડાએ ઉપલેટા પંથકમાં કેળના પાકને તબાહ કરી નાખ્યો છે ત્યારે આ નુકશાની અંગે ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખી અને સરકાર પાસે સહાયની માંગ કરી છે.

Share to




થોડા દિવસો પહેલાં જ ગુજરાત પર જે રીતે વાવાઝોડાની આફત આવી હતી તેના પરિણામ સ્વરૂપે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારો અનેક ઘરો અને અનેક ખેતપેદાશોને ભારે નુકસાન કર્યું છે.

આવું જ નુકસાન રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ જોવા મળી રહ્યું છે આ ઉપલેટા પંથકની અંદર બાગાયતી પાક એવા કેળાની ખેતી કરતા ખેડૂતોને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે ત્યારે વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકની અંદર અંદાજીત 100-125 વિઘાની અંદર ખેડૂતોએ કેળની ખેતી કરી હતી જેમાં હાલ ભારે નુકશાની જોવા મળી રહી છે.

બાઈટ (૧):- કરશનભાઈ રબારી (ખેડૂત ઉપલેટા)

વિઓ (૨):-
તાજેતરમાં આવેલા વાવાઝોડાએ આ પંથકમાં કરવામાં આવેલ કેળની ખેતીને જમીનદોસ કરી નાખી છે અને ખેડૂતોએ વાવેલા કેળના છોડ ઢળી પડ્યા છે અને સાથે જ તેમાં આવેલો મોલ પણ ખરી ગયો છે જેના કારણે ખેડૂતોને આ તમામ છોડ અને મોલને ફેંકી દેવામાં આવી રહ્યો છે.

આ કેળની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે પણ ભારે નુકસાન થયું હતું કારણ કે ગયા વર્ષેની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે લોકડાઉનના કારણે મહામહેનતે તૈયાર કરેલ કેળાના મોલની બજારમાં કોઈ પણ પ્રકારની લેવાલી ન હતી ઉપરાંત ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નતું મળ્યું તો ક્યાંક ખેડૂતોને નુકસાની કરી અને કેળાનો વિકાસ કરવો પડતો હતો ત્યારે વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ખેડુતોએ વાર્ષિક મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલા મોલને વાવાઝોડાએ તહેસ-નહેસ કરી નાખ્યો છે અને ખેડૂતોને વધુ કર્જદાર અને દેવાદાર બનાવી દીધો છે તેથી ખેડૂતો હાલ માથે ઓઢી ને રોઈ રહ્યા છે.

બાઈટ (૨):- દિનેશભાઈ ભારાઈ (કેળની ખેતી કરતા ખેડૂત, ઉપલેટા)

વિઓ (૩):-
વાવાઝોડાને કારણે ઉપલેટા પંથકના બાગાયતી પાક એવા કેળની ખેતી કરતા ખેડૂતોને નુકસાની થતા આ ખેડૂતોએ સરકાર પાસે આશાનું કિરણ હોય તેમ ભરોસા સાથે સરકારને પણ લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે અને ખેડૂતો પણ જણાવે છે કે ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે ત્યારે આ સરકાર નુકસાની સામે સંવેદના દાખવી અને યોગ્ય વળતર ચૂકવશે તેવી આશા સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે.

રિપોટૅ ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to

You may have missed