હીંગોરીયા ગામનો ઈંગ્લીશ દારૂ સંતાડી રાખનાર ક્રુષ્ણકાંત કંચન વસાવા વોન્ટેડ..
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે. પોલીસ ઇન્સપેક્ટર એમ .પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો.સ.ઇ.આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ રાજપારડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “હીંગોરીયા ગામના ક્રુષ્ણકાંત કંચન વસાવા ના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે” જે બાતમી આધારે હીંગોરીયા ગામે કૃષ્ણકાંતના ઘરે પ્રોહી રેઈડ કરી પાછળના ઓરડાના ભાગે સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ- 492 કિંમત રૂપિયા 82,920/- ના મુદામાલ ઝડપી પાડી ઇંગ્લીશ પ્રોહિ મુદામાલ સંતાડી રાખનાર ક્રુષ્ણકાંતભાઇ કંચનભાઇ વસાવા રહે, હીંગોરીયા તા.ઝઘડીયા જી.ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપારડી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
More Stories
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
દિવાળી પૂર્વે એકતા નગરને મળી વિકાસની ભેટ —— વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.૨૮૪ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ