November 21, 2024

ઝગડીયા તાલુકાના હીંગોરીયા ગામે ઘરમાંથી રૂપિયા 82,000 ઉપરાંત નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનનો કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ….

Share to

હીંગોરીયા ગામનો ઈંગ્લીશ દારૂ સંતાડી રાખનાર ક્રુષ્ણકાંત કંચન વસાવા વોન્ટેડ..

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે. પોલીસ ઇન્સપેક્ટર એમ .પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન ગઇ કાલ પો.સ.ઇ.આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ રાજપારડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “હીંગોરીયા ગામના ક્રુષ્ણકાંત કંચન વસાવા ના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે” જે બાતમી આધારે હીંગોરીયા ગામે કૃષ્ણકાંતના ઘરે પ્રોહી રેઈડ કરી પાછળના ઓરડાના ભાગે સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ- 492 કિંમત રૂપિયા 82,920/- ના મુદામાલ ઝડપી પાડી ઇંગ્લીશ પ્રોહિ મુદામાલ સંતાડી રાખનાર ક્રુષ્ણકાંતભાઇ કંચનભાઇ વસાવા રહે, હીંગોરીયા તા.ઝઘડીયા જી.ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપારડી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે…


Share to

You may have missed