પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સહ સન્માન સમારોહ આજરોજ યોજાયો હતો. જેમાં ઉમલ્લા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૫ વર્ષ ઉપરાંતથી શિક્ષક તરીકે ફરજ બજાવનાર ફતેસંગભાઈ રાજીયાભાઈ વસાવા વય મર્યાદાને લઇને શાળા ના સ્થાપના દિને નિવૃત થતા તેમને વિદાય આપવાનો કાર્યક્રમ શાળામાં યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં શાળાના શિક્ષકો ગામ અગ્રણીઓ,વિધ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણીઓએ નિવૃત થતા શિક્ષકે તેમના ફરજ સમય દરમિયાન આપેલ શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થતા શિક્ષક ફતેસંગભાઈ વસાવા એ શાળા સાથેના તેમના ૩૫ વર્ષના સંભારણા યાદ કર્યા હતા તેમજ શાળાના સહ શિક્ષકો
પદાધિકારીઓ,છાત્રો,વાલીગણે બિરદાવી સન્માનિત કર્યા હતા,મહાનુભાવો એ શાળાની વર્ષગાંઠ પ્રસંગે તેમણે કરેલ કાર્યોને બાળકોએ કેક કાપી આનંદિત થયા હતા,વિદ્યાર્થીનીઓ એ સમૂહ નૃત્ય રજૂ કરતા ગૃપાચાર્ય તેમજ આવેલ મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું, બાળકોએ તેમને આપેલ સહકારને યાદ કરીને સહુ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ તેમના નિવૃત્તિ સમયે તેમને બહુમાન આપવા સમારોહનું આયોજન કરવા બદલ પણ આયોજકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા કટિબધ્ધ બને અને ભવિષ્યમાં એક શિક્ષિત ભારતીય નાગરીક તરીકે રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા આગળ આવે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકને વિદાયમાન આપતા બાળકો પણ ભાવવિભોર બન્યા હતા. કાર્યક્રમને અંતે આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.