ગઇ તા.૨૧/૧૦/૨૦૨૪ ના રોજ જૂનાગઢના રહીશ સાહેદ મયુરસિંહ સોલંકીએ ફરીયાદી રમજાનભાઇ હારૂનભાઈ ઉઠમના, ઘાંચી ને રોકડા રૂપીયા ૨૬૮૦૦૦૦ નુ જુનાગઢમાં આંગડીયુ કરવા આપેલ જે રૂપીયા લઇ ફરીયાદી તથા આ કામના આરોપી નં. (૧) અયાન ઉર્ફે પચીયો સાથે આંગડીયુ કરવા ગયેલ હોય અને સાહેદે આંગડીયુ કરવાની ના પાડેલ ત્યાર બાદ તે રૂપીયા લઇ ફરીયાદી આરોપી અયાન ઉર્ફે પાચીયો પરત આવતા હોય ત્યારે આરોપી અયાન ઉર્ફે પાચીયએ મોકલેલ તેના મિત્રોએ ફરીયાદીના ગળાના ભાગે છરી રાખી ઇજા કરી મારી નાખવાની બીક બતાવી રોકડા રૂ. ૨૬,૮૦,૦૦૦ /- ભરેલ થેલાની લુટ કરી નાશી ગયેલાનો બનાવ બનેલ. જે અંગે ” જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે. માં બી.એન.એસ. કલમ જી.પી.એક્ટ કલમ મુજબનો ગઇ તા.૨૧/૧૦/૨૦૨૪ ના .૨૧/૧૫ વાગ્યે જાહેર થયેલ છે.
ઉપરોકત આ બનાવ બાબતે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વરા સુચના અને માર્ગદર્શન હેઠળ સદરહુ ગુન્હોના આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી જે.જે.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે રાત દિવસ એક કરી સતત પ્રયત્નો હાથ ઘરવામાં આવેલ હોય. તે દરમ્યાન કાઈમ બ્રાન્ચ,ના પોલીસ ઇન્સ. શ્રી જે.જે.પટેલ તથા પો.સ્ટાફના વિક્રમભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, સાહીલભાઇ સમા નાઓને સંયુક્તમાં હ્યુમન ઇન્ટેલીજન્સીની મદદથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત લુંટ ચલાવનાર ત્રણેય આરોપીઓ હાલ વંથલી, મેન્ગો માર્કેટ યાર્ડ ખાતે હોવાની હકિકત આધારે તુરત જ ક્રાઈમ બ્રાન્ચની ટીમને રવાના કરી સદરહું જગ્યાએ તપાસ કરતાં ત્રણેય આરોપીઓ મળી આવતાં રાઉન્ડ અપ કરી મુદ્દામાલ અંગે પુછપરછ કરતા પ્રથમ ગલ્લા-તક્ષા કરતા ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી આગવી ઢબે યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં મુદ્દામાલ ગયેલ તમામ મુદ્દમાલ સુખનાથ ચોક, ફીલ્ટર પ્લાન પાસે સંતાડેલ હોવાની હકિકત જણાવતા તાત્કાલીક ટીમને રવાના કરી તમામ મુદામાલ મળી આવતા ડીસ્કવરી પંચાનામા વિગતે લુંટમાં ગયેલ તમામ રોકડા રૂા.૨૬,૮૦,૦૦૦/- રીકવર કરવામા આવેલ.
અટક કરેલ આરોપીઓ:-> (૧) અયાન ઉર્ફે પાચીયો સ/ઓ અમીનભાઇ હાજીઅબ્દુઠ્ઠા મુળીયા ઘાંચી મુસ્લીમ, ઉવ. ૧૮ (જન્મ તા.૨૧/૦૯/૨૦૦૬) . હેઠાળ ફળીયા, નળવાળો ચોક, જુનાગઢ
> (૨) સાહીલ ઉર્ફે સોયલો સ/ઓ આમદભાઇ કાસમભાઈ દલ ગામેતી મુસ્લીમ, અજંટા ટોકીઝ, ફીલ્ટર પ્લાન પાસે ધારગઢ રોડ, જુનાગઢ
> (૩) રમીઝખાન ઉર્ફે ભાવનગરી સ/ઓ યુસુફખાન કાસમખાન પઠાણ તુર્ક મુસ્લીમ, મતવાવાડ, જેલ રોડ, જુનાગઢ
> કબ્જેકરેલમુદામાલઃ-રોકડા રૂા.૨૬,૮૦,૦૦૦/– કાળા કલરનુ સુઝુકી કંપનીનુ બર્ગમેન રજી. જીજે-૧૧-સીપી-૬૦૩૧ મો.સા.-૧ કિ.રૂ.૪૫,૦૦૦/-મોબાઇલ ફોન-૩ કિ.રૂા.૪૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨૭,૬૫,૦૦૦/-
આ કામગીરીમાં જૂનાગઢ ડીવીઝનના ના.પો.અધિ.શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ, કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે. પટેલ તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી. કોળી તથા પો.ઇન્સ.શ્રી વી.જે.સાવજ તથા નેત્રમ શાખાના પો.સ.ઈ.શ્રી પી.એચ. મારૂ તથા ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિક્રમભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઈ ડેર, સાહિલભાઈ સમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ભરતભાઈ સોલંકી વિગેર પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયાના સારસા ગામે વાડામાં બાંધેલ નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું
* નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો * દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ઐતિહાસિક પરિક્રમા ને લઈને પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું