November 21, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકામાં સતત નવ દિવસ વરસાદ વરસતા મગફળી કપાસ સોયાબીન પલળી જતા ખેડૂતો પાઈમાલના આરે ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ

Share to

મગફળીનું હબ ગણાતું સૌરાષ્ટ્રમાં મોટાભાગની મગફળી ફેલ થવાના આરે છે સૌરાષ્ટ્રની મગફળીની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને વિદેશમાં સરકાર નિકાસ પણ આ મગફળી કરતી હોય છે ચીન જેવા દેશ સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી કરવા દર વર્ષે આવે છે વર્લ્ડની અન્ય કન્ટ્રીમાં પણ મગફળીની નિકાસ થાય છે

જૂનાગઢના ખેડૂતોએ ચોમાસુ પાકમાં મુખ્ય પાકો મગફળી કપાસ સોયાબીન નું વાવેતર કરવામાં આવ્યું હતું સતત વરસાદના કારણે હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે જિલ્લાભરમાં સતત પાછલા વરસાદના કારણે સંપૂર્ણ પાક ફેલ થવાના આરે આવી ગયો છે જેમાં ભેસાણ તાલુકાના ખારચિયા ગામના ખેડૂત આશિષભાઈ માથુકિયાએ મગફળીનું 10 વીઘા નું વાવેતર કરેલું હતું મગફળી નો પાક એકદમ ત્રણ મહિના પછી તૈયાર પણ થયેલો હતો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયોઅને છેલ્લા દસ દિવસ થયા મગફળી ઉપાડી લીધી હતી પરંતુ દસ દિવસ સુધી સતત મગફળી ઉપર વરસાદ પડતા 80% જેવો મગફળી નોપાક ફેલ થવાને આરે આવ્યો છે ખેડૂત મગનભાઈ ચોવટીયાએ વધુમાં જણાવ્યું હતું કે 25 મજુર કરી અને મગફળીને વરસાદથી બચાવવાની કોશિશ કરી પરંતુ વરસાદના કારણે હાર્વેસ્ટિંગ ન થઈ શક્યુ છેવટે ખેડૂતે મગફળી ને તોડી અને તળાવમાં ધોઈને મગફળી બચાવવાની કોશિશ કરી પણ મગફળી બચી ન સકી અને સતત 11 દિવસના વરસાદપડતા ખેડૂતની મગફળી પડી પડી હવેતો ઊગવા લાગી છે ખેડૂતો માની રહ્યા છે વિકે આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચ ચડાવી દીધો છે જેમાં મોંઘા બિયારણ દવા અને મજૂરી આ ખર્ચ ખેડૂતે માથે ચડાવ્યો છે એટલે સરકાર 10 વીઘા ની ઉપજના બે થી અઢી લાખ રૂપિયા સહાય આપે તો જ ખેડૂતો નભી શકે એમ છે બાકી તો શિયાળુ પાક પણ થઈ શકે તેમ નથી ખેડૂતો પાસે રૂપિયા પણ હવે ન હોય સરકાર સહાય પેકેજ આપવાની તૈયારીમાં છે ખેડૂતોની એક જ માંગ અમને સહાય આપો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed