November 21, 2024

.*માંડવી સુરત વન વિભાગે ખેર ચોરીના આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો.*

Share to

.*દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત.*

:સુરત વન વિભાગ અને વ્યારા વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગત તારીખ ૨૧મી ઓક્ટોબરના રોજ ખેર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરમીતસિંગ સુરેન્દ્રસિંગ ચૌહાન (રહે ૧૦૮, ગોકુલ એપાર્ટમેન્ટ, ચક્કર બારડી રોડ, ધુલે, તાલુકો- ધુલે, જિલ્લો- ધુલે, રાજ્ય-મહારાષ્ટ્ર તથા સી – ૧, હેપ્પી હોમ સોસાયટી, વ્યારા બાયપાસ રોડ, વ્યારા, તાલુકો- વ્યારા, જીલ્લો- તાપી, મૂળ – પંજાબ)ને ઝડપી પાડ્યો હતો અને તેનેમહારાષ્ટ્રના નવાપુર કોર્ટમાંથી કબજે મેળવ્યો છે. અને આરોપી સામે માંડવી દક્ષિણ રેન્જ વિસ્તારમાં ગત 14 6-2024 ના રોજ અનામત ખેરના લાકડાના ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશન કરવાનો ગુનો નોંધાયો હતો. જેમાં મધ્યપ્રદેશમાંથી ૨૦૫૫ મેટ્રિક ટન જેટલો ખેરનો જથ્થો પકડાયો હતો. ત્યારબાદ પણ આરોપીએ ખેરના લાકડા ચોરી નું કામ ચાલુ રાખ્યું હતું આ ગુનામાં આરોપી ફરાર હતો અને તેની સામે માંડવી કોર્ટે કાયમી પકડ વોરંટ બહાર પાડ્યું હતું. જે અંગે તારીખ 22 10 2024 ના રોજ કેસ ચાલી જતા સરકારી વકીલશ્રી અને તપાસ અધિકારી આર એફ ઓ એચ જે વાંદા ની દલીલો ધ્યાને લઈ તારીખ 28 10 2024 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે સુરત વન વિભાગે અને વ્યારા વન વિભાગે તેમનો સંયુક્ત રીતે કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed