કેલ્વીકુવા ગામે કુવામાં પડેલા મોરને રેસ્ક્યુ કરીને બચાવાયો

Share to* વનવિભાગના કમીઁઓને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું

* બે દિવસથી મોર કુવામાં પડ્યાના અહેવાલ


  નેત્રંગ તાલુકાના કેલ્વીકુવાના ભુપેન્દ્રભાઇ ભક્તની ચંદ્રવાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં ૧૦૦ ફુટ ઉંડો કુવો આવેલ છે.બે-ત્રણ દિવસ પહેલા કુવા પાસે મોર પાણીની શોધમાં જતાં અગમ્યા કારણોસર કુવામાં પડી ગયો હતો.ત્યારે કેલ્વીકુવા ગામના જ મિતેશભાઈ પ્રજાપતિ કુવાનું પાણી જોવા જતાં મોર પડ્યાનું નજરે પડ્યું હતું.ત્યારબાદ નેત્રંગ વનવિભાગના કમીઁ રવિરાજસિંહ ગોહિલ,અશ્વિન બારૈયા,અનિલભાઈ દંતાણી અને શૈલેષ વસાવાનો સંપર્ક કરતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી મોરને બચાવાની રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં કરતાં જાળને કુવામાં બાંધી મોરને બચાવી લેવામાં આવ્યો હતો.મોરને શરીરના ભાગે કોઈપણ પ્રકારની ઇજા નહીં હોવાથી ફરીથી ખેતરાડી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to