રાજપીપળા પાલિકાનું કામ કરતી એજન્સીની વીજ ચોરી પત્રકારોએ ખુલ્લી પાડી

Share toઈકરામ મલેક: રાજપીપળા, નર્મદાસામાન્ય માણસ વીજ ચોરી કરે એ તો માનવામાં આવે, પણ સરકારનું કામ કરતી ખાનગી એજન્સી પણ પોતાના કામમાં વીજળીના થાંભલા ઉપરથી ડાયરેક્ટ કનેક્શન લઈ અને વીજળી ચોરી કરે તો પછી સામાન્ય માણસ કરે એમાં નવાઈ કેવી??

હાલમાં રાજપીપળા ના કાર માઇકલ બ્રિજનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિનજલ ગાંધી નામ ના ઇસમ ની નામની એજન્સી દ્વારા કાર માઇકલ બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે..

ત્યારે ગઈકાલે બાંધકામ ના સ્થળે કામ કરી રહેલા શ્રમિકો ને સરકાર ના નિર્દેશ મુજબ 1 થી 4 વાગ્યા સુધી કાળ ઝાળ ગરમી ને કારણે રેસ્ટ આપવામાં આવે છે? કેમ? તેમને મળવા પાત્ર સેફટી ના સાધનો અપાયા છે ? કે કેમ? એ પ્રકારની તપાસ કરવા ગયેલા પત્રકાર સાથે હાજર સુપરવાઈઝર દ્વારા ઉડાઉ જવાબો અપાયા હતા. અને કહ્યું હતું કે શ્રમિકો ખડતલ છે એ તાપ મા કામ કરી શકશે એમને સેફટી ના સાધનો આપવાની કોઈ જરૂર નથી.

આ દરમિયાન પત્રકાર ની નજર વીજ કંપનીના વિજપોલ ઉપર થી ડાયરેકટ વાયર કનેક્શન જોઈ  વીજ મીટર ક્યાં છે તેમ પૂછતાંજ સુપરવાઇઝરે પિત્તો ગુમાવતા  કહ્યું હતું કે અમે વીજ ચોરી કરીએ છીએ જાવ જ્યાં છાપવું હોય ત્યાં છાપી દો અમે GEB વાળા સાથે ફોડી લઈશું. આમ કહી દાદાગીરી કરતા પત્રકારે સીધો જ GEB મા ફોન કરી જાણ કરતા GEB સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને વીજ પોલ ઉપર થી કરી રહેલી વીજ ચોરી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાંજ વીજ ચોરી કરતી એજન્સી ના સંચાલકો ને પરસેવો વળી ગયો હતો..

આમ ચોરી ઉપર સીના જોરી કરી પત્રકારો સાથે દાદાગીરી કરતી એજન્સીનું વીજ ચોરી નું કારસ્તાન ઉઘાડું પડી જતા, કરોડો ના સરકારી કામો કરતી એજન્સી ની વીજચોરી ની દાનત થી આબરૂ ધૂળ ધાણી થઈ ગઈ છે.


Share to