કોરોના વાયરસ ની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન ને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગ ના બજારો જડબેસલાક બંધ રહયા.વાહન વ્યવહાર પણ ચારે તરફ નહિંવત જોવા મળ્યો.

Share to

આજ થી બજારો ફરી થી ધમધમતા થશે.પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૦૭ મે,૨૦૨૧.કોરોના વાયરસ ને ફેલાતો અટકાવા માટે નેત્રંગ ટાઇન ના તમામ બજારો બંધ રાખવા માટે કરવામાં આવેલ સ્વૈચ્છિક લોકોડાઉન ની અપિલ ને લઇને ટાઉન ના તમામ બજારો સતત ત્રીજા દિવસે પણ જડબેસલાક બંધ રહયા હતા. તો બીજી તરફ વાહન વ્યવહાર થી ચોવીસ કલાક ધમધમતી ચારરસ્તા વિસ્તારમાં નહિવત વાહનો ની અવર જવર જોવા મળી હતી.નેત્રંગ ટાઉન સહિત પંથક મા કોરોના ની બીજી લહેર પોતાનો વિકરાળ પંજો ફેલાવતા અસંખ્ય લોકો ને સંકમિત કયાઁ બાદ મોત ને ધાટ ઉતારતાં ચારે તરફ ભયનો માહોલ જોવા મળી રહયો છે. તેવા સંજોગોમાં કોરોન વાયરસ ની ચેન તોડવા માટે એપ્રિલ માસ મા પાંચ દિવસ ના સ્વૈચ્છિક લોકડાઉન બાદ,નેત્રંગ અનાજ કરીયાણાના વહેપારી મંડળ,નેત્રંગ ગ્રામપંચાયત,સરપંચ,સભ્યો,નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ ,ઉપપ્રમુખ તેમજ સભ્યો થકી તમામ નાના મોટા વેપારીબંધુઓને તા ૫ મે થી ૭ મે ૨૦૨૧ આમ ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક કરેલ લોકડાઉન ની અપિલ ને તમામ નાના મોટા લારી,ગલ્લા ધારકો થી લઇને તમામ વેપારી તેમજ પ્રજાજનોએ ત્રણ દિવસ માટે પોત પોતાના ધંધારોજગાર બંધ રાખીને અપિલ ને સહકાર મળતા ત્રણે ત્રણ દિવસ જડબેસલાક બંધ રાખીને એકજુથતા બતાવી છે, વાહન વ્યવહાર થી ધમધમતો ચારરસ્તા વિસ્તારમાં ચારે તરફ નહિંવત વાહન વ્યવહાર જોવા મળ્યો હતો. સ્વૈછિક લોકડાઉન ને મળેલ જબરજસ્ત પ્રતિસાદ ને લઇને નેત્રંગ વેપારી મંડળ ના પ્રમુખ રાજુભાઇ સોનજીભાઇ શાહ,સરપંચ સીમાબેન વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા,ઉપ પ્રમુખ વંદનભાઈ વસાવા એ તમામ નાના થી લઇને મોટા વેપારીભાઈનો આભાર માન્યો હતો.આજ થી તા ૮ મે, શનિવાર ના રોજ થી તમામ બજારો રાબેતા મુજબ શરૂ થઇ જશે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed