તા.૮-૫-૨૦૨૧ નેત્રંગ,
પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારાની વરણી કરવામાં આવી હતી,જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે નેત્રંગ ગામના વતની શેરખાન પઠાણની વરણી કરાતાં નેત્રંગ તાલુકા સહિત આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના કાયઁકતૉઓમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો,નેત્રંગના શેરખાન પઠાણ પોતાની રાજકીય કારકિર્દી ખુબ જ નાની ઉંમરે શરૂ કરી હતી,જેમાં નેત્રંગ ગ્રા.પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા હતા,ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે યુવાનોમાં ભારે લોકચાહના મેળવી હતી,અને ૨૦૧૯ ના લોકસભાની ચૂંટણી ભરૂચ બેઠક ઉપર લડ્યા હતા,કોંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વ.અહેમદભાઇ પટેલની ગુડ લીસ્ટમાં હોવાથી રાજકીય ક્ષેત્રે પ્રભાવશાળી નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ