September 7, 2024

”DGVCL ની બેદરકારી કે આળસ ”ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં વીજ પ્રવાહના કેબલ હાથથી પકડી શકાય એટલી હદે લટકી પડયા છે

Share to

જવાબદાર અધિકારીને આ બાબતે લેખિતમાં અરજી આપવા છતાં કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી

પ્રતિનિધિ /-સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

છેલ્લા એક વર્ષથી અરજદાર ઝઘડિયા વીજ કંપનીમાં લેખિતમાં અરજી આપી રહ્યા છે તેમ છતાં આ મોતના મુખમાં ધકેલનાર વીજ પ્રવાહના કેબલો હજુ ખેંચી શકાયા નથી.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી અવારનવાર સામે આવે છે જે કોઈ નવાઈની બાબત નથી! વીજ પ્રવાહને લગતા ટ્રાન્સફોમરો હોય લટકતા વાયરો હોય કે વીજ પોલ પર ચડી ગયેલા ઝાડી ઝાંખરા હોય, જવાબદાર વીજ કર્મચારીઓ આ બધું સુવ્યવસ્થિત રાખવામાં તદ્દન નિષ્ફળ નીવળ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મોરા વગા, કાછી વગા તથા જરાત વગામાં એગ્રીકલ્ચર વીજ પ્રવાહના પોલો તથા તેના પરથી પસાર થતાં વીજ કેબલો બિલકુલ નીચે સુધી લટકી રહ્યા છે, અવારનવાર ઝઘડિયા વીજ કંપનીના જવાબદાર અધિકારીને આ બાબતે લેખિતમાં અરજી આપવા છતાં કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, રાણીપુરા ગામે રહેતા રોહિતભાઈ બાબુભાઈ પટેલ નામના ખેડૂતે આ વીજ કેબલો લબડી પડ્યા હોય અને ટ્રેક્ટર લઈ જવું પણ મુશ્કેલ લાગતું હોય

તથા ખેતરોમાં કામ કરતા ખેત મજૂરોને પણ વીજ કરંટ લાગવાનો ભય હોય ગત તા.૨.૨.૨૩ ના રોજ વીજ પ્રવાહ ના કેબલો ખેંચી ટાઇટ કરવા માટે વિજ કંપની ઝઘડિયાને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં વીજ કંપની દ્વારા કોઈ પગલાં ભરાયા ન હતા, ત્યારબાદ તેઓએ તા.૨૬.૬.૨૩ ના રોજ ફરી એક વખત નાયબ કાર્યપાલક ઇજનેર ઝઘડિયાને લેખિતમાં અરજી આપી હતી પરંતુ તેનું પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ ફરી તા.૧૯.૩.૨૩ ના રોજ ખેડૂત રોહિતભાઈ પટેલ દ્વારા ઝઘડિયા વીજ કંપનીને લેખિતમાં અરજી આપવામાં આવી છે તેમ છતાં તેનું સમારકામ કરવાની હકારાત્મક વલણ વીજ કંપનીના જવાબદાર‌ નાયબ‌ ઈજનેર તથા‌ અન્ય અધિકારીઓએ દર્શાવ્યું નથી,‌ વીજળીના કેબલો એટલી હદે લટકી રહ્યા છે કે ટ્રેક્ટર પર બેસીને તમે હાથ ઊંચો કરો તો તમારા હાથમાં વીજ પ્રવાહ નો કેબલ આવી જાય, આટલી હદે બેદરકારી વીજ કંપની ઝઘડિયા ની સ્પષ્ટ જણાવી રહી છે, ઝઘડિયા વીજ કંપનીના કર્મચારીઓ જાણે કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોતા હોય તેવું આ‌વિજ કંપનીની બેદરકારી પરથી ફલિત થાય છે, સત્વરે રાણીપુરા વિસ્તારના સીમોમાં આવા ખેડૂતોના તથા ખેત મજૂરના જીવના જોખમ રૂપ વીજ પ્રવાહ લઈ જતા કેબલોને ખેંચીને ટાઈટ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો તથા ખેત મજૂરો કરી રહ્યા છે.


Share to

You may have missed