DNS NEWS બ્રેકિંગ:- ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મેઈલ કર્યું,રૂબરૂમાં MLA પદેથી રાજીનામું ન આપે ત્યાં સુધી માન્ય ગણાય નહીં, કહ્યું- ‘હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું’

Share to



લોકસભા ચૂંટણી પહેલા વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેને પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ સોંપ્યું છે. તેમણે અંતર આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વદોડરાના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

‘હું રંજનબેન ભટ્ટને હું સપોર્ટ કરું છું’ ધારાસભ્ય કેતન ઇનામદારે DNS NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને અને મારા રાજીનામાને કોઈ લેવા દેવા નથી. હું રંજનબેન ભટ્ટને હું સપોર્ટ કરું છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં રાજીનામું આપ્યું છે. ભાજપ કાર્યકરોની પાર્ટી છે, પરંતુ ક્યાંકને ક્યાંક મારો અવાજ રુંધતો હોય તેવું લાગે છે. જેથી હું ધારાસભ્ય પાસેથી રાજીનામું આપી રહ્યો છું.


ચાર વર્ષ પહેલા પણ રાજીનામું લખ્યું હતું ચાર વર્ષ પહેલાં પણ સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ જનતાના હિતના કાર્યો તેમની સરકારમાં જ ન થતા હોવાના વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને રાજીનામું આપી દીધું હતું. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને લખ્યો હતો. જોકે, બાદમાં સમજાવટ અને કામો થવાની બાહેધરી આપ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું.



આ પહેલાં પણ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ પણ સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. એ સમયે યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ સાથે તેમને મિટિંગ યોજી સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની છેક સરકાર સુધી રજૂઆતો કરી હતી. પ્રજાના વિકાસ કામો માટે ધક્કા ખાવા પડતા હોવાનું જણાવ્યું હતું.

કોરોનામાં વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખ્યો હતો કોરોના કાળમાં વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવરનો જથ્થો પૂરો પાડવાની માગ કરી હતી. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન બંધ કર્યો હતો, એ નિર્ણયને પરત ખેંચવાની માગ કરી હતી. આ ઉપરાંત રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાં બજાર થતાં હોવાની પણ રજૂઆત પત્રમાં કરી હતી.

ભાજપે 2017માં ઈનામદારને ટિકિટ આપી હતી કેતન ઈનામદાર 2012માં સાવલી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપે 2017માં કેતન ઈનામદારને ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કેતન ઇનામદારનો વિજય થયો હતો.


Share to

You may have missed