જૂનાગઢમાં ગીર સોમનાથ થી ધોરણ 10 બોર્ડની પરીક્ષા ભરવા આવેલા આશિષભાઈના રૂપિયા 2,500 ની કિંમત નો સામાનનો થયેલો ખોવાઈ જતા જુનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને અરજદાર વિદ્યાર્થીને પરત કર્યો

Share to



રૂ. ૨,૫૦૦ ની કિંમતના સામાનની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાક્માં શોધી આપેલ.*_

_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર આશીષભાઇ અરજણભાઇ ઝાલા ગીરસોમનાથના વતની હોય, આશીષભાઇ S.S.C Board ની પરિક્ષા આપવા જૂનાગઢ આવેલ હોય આશીષભાઇ ST સર્કલથી મોતીબાગ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની રૂ. ૨,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલીમાં તેમના શૂઝ તથા અન્ય જરૂરી સામાન હોય.* આશીષભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા તે ઓટો રિક્ષા ચાલકને શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, તે ઓટો રિક્ષા ચાલકને કેવી રીતે શોધવો કોની મદદ લેવી? કશી સમજ ના પડતા આશીષભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચસ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. વિક્રમભાઇ જીલડીયા, પાયલબેન વકાતર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી આશીષભાઇ જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા આશીષભાઇ પોતાની રૂ. ૨,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-17-UU-0078 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આશીષભાઇ ઝાલાની રૂ. ૨,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને આશીષભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા આશીષભાઇ અરજણભાઇ ઝાલાની રૂ. ૨,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed