October 17, 2024
Share to

શરૂઆતથી જ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ના કામમાં લાલીયાવાડી કરવામાં આવી રહી છે…પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWSજવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન છે..!ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ ક્યુ કયું કામ ક્યાં ચાલે છે તે ખબર છે કે પછી જનતા ને આપેલ વચનો ની જેમ ભુલાય જાય છે…. કામો ક્યાં ચાલે છે કેવા ચાલે તે જોવાની પણ તસ્દી નેતા લેતા નથી…આવું જ એક કામ હાલ મુલદ ચાર રસ્તાથી નાનાસાજાં ફાટક વચ્ચેનું રોડનું કામ છેલ્લા કેટલાક દિવસોથી ખોરંભે પડ્યું છે, છેલ્લા કેટલા મહિનાઓથી મુલદ ચોકડી થી લઇ નાનાસાજાં ફાટક સુધીના રોડ ના કામ ના ટેન્ડર ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જે ઇજારાદારનું ટેન્ડર પાસ થયુ છે તેણે રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન્ટ પણ નાખી દીધો છે, મહિનાઓ સુધી જે તે જવાબદાર ઇજારાદારે આ કામ શરૂ કર્યું ન હતુ, છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન મુલદ તરફથી નાનાસાજાં ફાટક સુધીનો એક તરફનો આખા ટ્રેક ના ડામરનુ લેયર કાઢી નાખ્યું છે, જેથી એક તરફનો ટ્રેક વાહન વ્યવહાર માટે બંધ થયો છે…ગોવાલી થી નાનાસાજાં ફાટક સુધીનો રસ્તાના ડામરના પોપડા કાઢી નાખ્યા બાદ છેલ્લા કેટલા દિવસથી કામ સદંતર બંધ અવસ્થામાં છે, જેના કારણે આ રોડ સિંગલ પટ્ટી થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિકની રોજીંદી ખૂબ સમસ્યા રહે છે અને નાનાસાજાં ફાટક પર અકસ્માતોની પણ દહેશત સેવાઇ રહી છે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થયું હતું તે કોન્ટ્રાક્ટરે કામ કરવાનું બંધ કર્યું છે અને બીજા કોઈ પેટા કોન્ટ્રાક્ટરને તે કામ સોંપ્યું હોવાની માહિતી મળી છે, ત્યારે કામની શરૂઆતથી જ આવી લાલીયાવાડી ઇજારાદાર દ્વારા કરવામાં આવી રહી છે તો પેટા ઇજારદાર દ્વારા આ કામ કેટલી તસ્દી અને કેટલા નીતિ નિયમોથી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે…


Share to

You may have missed