DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો

Share to



ભેસાણ ના ચણાકા ખાતે વઘાસિયા પરિવારે સુરાપુરા કેશુદાદાનાં સાંનિધ્યે કુળદેવી માતા વેરાઇની કરી આરાધના
જૂનાગઢ તા.૭, વેદના મંત્રો વિના યજ્ઞનું અનુષ્ઠાન શક્ય નથી, અને યજ્ઞ વિના વેદના રહસ્યાર્થને પામી શકાય તેમ નથી. યજ્ઞહીન વ્યક્તિ વિદ્વાન હોય તો પણ તેની સમક્ષ ભગવતી શ્રુતિ પોતાના સ્વરૂપને અનાવરિત કરતી નથી, વેદનું અધ્યયન યજ્ઞહીન પુરુષ માટે નથી, યાજ્ઞિકો માટે છે, વેદ માત્ર વિદ્વાનો માટે નથી. યજ્ઞ એટલે દેવતા માટે દ્રવ્ય અર્પણ કરવાની વિધિ  દ્રવ્ય, દેવતા અને ત્યાગ આમ ત્રણે પદને સારી રીતે સમજી લેવાથી યજ્ઞનું સ્વરૂપ સારી રીતે સમજાય છે. આહુતિ અને દાન દ્વારા દ્રવ્ય ત્યાગની આ એક પ્રક્રિયા છે જેમાં યજમાન દેવતાઓ સુધી પોતાની ભાવના પહોંચાડવા માટે તત્પર થાય છે. ભૌતિક પદાર્થોનો ત્યાગ એ માનસિક તત્પરતાનું સૂચક છે. બસ આવી જ વિભાવના સાથે ભેસાણ તાલુકાનાં ચણાકા ગામે આવેલ વઘાસિયા પરિવારનાં સુરાપુરા કેશુદાદાનાં સાંનીધ્યે માતા વેરાઇ,માતા બ્રહ્માણી, અને માતા ખોડીયારનાં નિજ મંદિરની સમીપ દિવ્યજ્યોત સમક્ષ ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવી વઘાસિયા પરિવરાનાં છોરૂઓએ પોતાની આસ્થા ટેકવી હતી. આ પ્રસંગે નવા પિપળીયાનાં લાલજીભાઇએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પોતાની કારોબારી સમિતીનાં સાથીઓ દ્વારા કર્યુ હતુ. અહીં આવેલ વેરાઇમાતાનાં નિજ મંદીરની સાક્ષીએ નાત-જાતનાં ભેદ વિના અનેક યુગલો પોતાનાં દાંપત્ય જીવનની શરૂઆત કરી હોવાની વાત સાથે લાલજીભાઇએ જણાવ્યુ હતુ કે વઘાસિયા પરિવારે આજે નવરાત્રી સંપન્ન થતાં પોતાનાં ઉપવાસનાં પારણા માતાજીનાં યજ્ઞ કરી સમુહ પ્રસાદ થી કર્યા એ સામાજીક એક્યનું પ્રતીક છે. સાથે મળવુ, સાથે પ્રસંગો ઉજવવા અને સાથે બેસી પરિવારીક ભાવથી અકેબીજાનાં સુખદુખનાં સાથી બનવુ એ જ માં વેરાઇની આરાધના છે. આ પ્રસંગને અશ્વિનભાઇ વઘાસિયાએ  જણાવ્યુ હતુ કે ચણકાા એટલે વઘાસિયા પરિવરાની આસ્થાનું ગામ અહીં ચ્યવનઋષિનો આશ્રમ પોતાની સાંસ્કૃતિક અસ્મીતાને ઉજાગર કરી રહ્યો છે તેવી જ રીતે વઘાસિયાકુળનાં વેરાઇ માતાનાં મંદિની અનેક ચમત્કારીક વાતો લોકોમાં શ્રધ્ધાભાવને બળવત્તર બનાવી રહ્યો છે. મા વેરાઇનાં નિજ મંદિરે અને સુરાપુરા કેશુબાપાની રણખાંભીએ માથુ ટેકવવાથી અનેક દુખીયાનાં સંકટ દુર થયા હોવાની વાત કર્ણોપકર્ણ ઝીલાતી હોવાની પ્રતિતી થયા વિના રહેતી નથી.
                               
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed