લ્યો બોલો..માનીતા ઓ ને 28 લાખ અને અમને માત્ર 5 લાખ..!…MLA સાહેબ તમારા નિવાસ સ્થાને થી બધો વહીવટ કરવો અયોગ્ય.. નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ નું દુઃખ છલકાયું…

Share to

સરકારી ગ્રાન્ટો ની વહેંચણી બાબતે પાર્ટી માંજ વિખવાદ..

ઝગડીયા ના MLA રીતેશભાઈ પોતાની મનમાની કરે છે.::નેત્રંગ માજી તાલુકા પ્રમુખ સોર્સ (શો.મિ )

ઝગડીયા ના ધારાસભ્ય ને દો ટૂંક કહી દેતા નેત્રંગ ના તાલુકા પંચાયત ના માજી પ્રમુખ અને માજી સઁગઠન પ્રમુખ એ એક ગ્રુપ માં પોતાને અન્યાય થતો હોઈ તેવી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં પોતાનું દુઃખ જગ જાહેર કરતા સામી લોકસભા ની ચૂંટણીએ આ મુદ્દો ચર્ચા એ ચડ્યો છે…

એક ગ્રુપ માં વાયરલ મેસેજ માં નેત્રંગ તાલુકા પંચાયત ના માજી પ્રમુખ લીલાબેન વસાવા તથા માજી સઁગઠન ના પ્રમુખ માનસિંગભાઈ વસાવા ના નામથી નેત્રંગ તાલુકાના એટીવીટી અને તાલુકા ના નાણાપંચ થકી આપવામાં આવતી વિકાસ ના કામ માં વપરાતી ગ્રાન્ટો MLA પોતાના ચાહિતા ને આપી દેવાના આક્ષેપ લગાવ્યા છે જેમાં પોસ્ટ માં લખ્યા મુજબ તેઓ ના તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો ને વિશ્વાસ માં લીધા વિના વિકાસ ના કામો નું આયોજન પોતાના નિવાસ સ્થાને બેઠા બેઠા અધિકારીઓ ને બોલાવી અને અંદરો અંદર ગ્રાન્ટો ની ફાળવણી કરી દેવામાં આવે છે તેવા આક્ષેપ કર્યા છે તો નેત્રંગ તાલુકા વિસ્તારમાં તાલુકા પંચાયત ના પ્રમુખો અને તેઓ ના કર્યકરો એ વિકાસ ના કામો માં જનતા ને આપેલ વચન તેઓ એ પુરા કરવા આપ્યા હોઈ તેનું શુ ?.. તેમ માજી તાલુકા પ્રમુખ દ્વારા પૂછવામાં આવ્યું છે બારેબાર ઝગડીયા ના MLA તેઓ ના નિવાસ સ્થાને બેસી કરોડો રૂપીયા ના વિકાસ ના કામો નું આયોજન કરી દે છે તે ખરેખર ગેરવ્યાજબી છે MLA જુના કાર્યકરો ને વિશ્વાસ માં લઈ અને સાથે રાખી ને વિકાસ ના કામો માટે આવતી ગ્રાન્ટો વહેચવામાં આવે તેમ જણાવ્યું હતું ઝગડીયા ના MLA રીતેશભાઈ વસાવા તેઓ ની મનમાની ચલાવે છે તેઓ કાર્યકરો ના ફોન નથી ઉપાડતા તેઓ પોતાના માણસો ને 28 લાખ અને અમોને માત્ર 5 લાખ ના કામો આપે તે ખરેખર નેત્રંગ તાલુકા માટે અન્યાય કહેવાય તેમ સોશ્યિલ મીડિયા માં વાયરલ મેસેજ માં જણવ્યું છે અને MLA રીતેશભાઈ વસાવા ને જુના કર્યકરો ને દરકીનાર ના કરવામાં આવે અને સાથે રાખી વિકાસ ના કામો નું આયોજન કરવામાં આવે તેવી એક પ્રકારે નેત્રંગ તાલુકાના માજી પ્રમુખો એ ઝગડીયા ના MLA ને નસિંહત પણ આપી દીધી હોઈ તેમ લાગી રહ્યું છે…

તયારે હાલ તો નેત્રંગ માજી તાલુકા પંચાયત ના પ્રમુખો અને ઝગડીયા ના MLA વચ્ચે વિકાસના કામો ની ફાળવણી બાબતે ની લડાઈ સોશ્યિલ મીડિયા ના એક મસેજ થી જગ જાહેર થતા પક્ષ ની અંદર શુ ચાલી રહ્યું છે તેની ક્યાંક ક્યાંક લોક ચર્ચા એ હાલ જોર પકડતા આ મુદ્દો નેત્રંગ તેમજ ઝગડીયા તાલુકા પંથકમાં ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે…

#DNS NEWS REPORT

*(વાયરલ મસેજ ) ચેનલ આ મસેજ ની પુષ્ઠિ નથી કરતુ…*


Share to

You may have missed