October 15, 2024

એક તરફ વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે ગેર-વહીવટની કાગારોળ

Share to

સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યોની જો-હુકમી નિયત સ્થળને બદલે અન્ય જગ્યાએ ત્રીજી વાર ખાત મહુર્ત કરતા વિવાદ

ઈકરામ મલેક: રાજપીપલા

હાલ ગુજરાત ની ભાજપ સરકાર 23 વર્ષના શાસન ની સફળતાની ઉજવણી કરવા વિકાસ સપ્તાહ ઉજવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લા ના ગરુડેસ્વર તાલુકાના સોનગામ ખાતે સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યો દ્વારા મન માની કરી ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરેલ જગ્યાએ કામ કરવાને બદલે ભળતી જગ્યાએ ત્રીજી વાર ખાત મહુર્ત કરતા ગ્રામજનો અને સદસ્યો વચ્ચે ઝપા-ઝપી ના દ્રશ્યો સાથે વિવાદ સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2023 માં ગરુડેસ્વર તાલુકા ના સોનગામ ખાતે નદી ઉપર નાળા ના કામ માટે ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરાયા બાદ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું, જે બાદ તત્કાલીન સાંસદ ગીતાબેન રાઠવા, અને પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી દ્વારા 3 વખત ખાતમહુર્ત કર્યા પછી પણ કામ શરૂ થયું નહતું.

જ્યારે હવે હાલ ના સરપંચ અને તાલુકા સદસ્યો દ્વારા મન માની કરી ત્રીજી વાર નિયત જગ્યાને બદલે અન્ય જગ્યા એ નાળાના કામ નું મુરત કરી દેતા , અકડાયેલા ગ્રામજનો દ્વારા સ્થળ ઉપર ભારે હોબાળો કરી આને ગેરવહીવટ અને ગેરકાયદેસર ગણાવ્યું હતું, અને નાયબ કાર્યપાલક ઈજનેર રાજપીપળા ની કચેરીએ રજુઆત માટે દોડી આવ્યા હતા.


Share to

You may have missed