જૂનાગઢ ના ભેસાણમાં શૈક્ષિક મહાસંગ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા માટે મહામતદાન કાર્યક્રમ યોજાયો

Share toભેસાણ તાલુકાની જીન પ્લોટ પે સેન્ટર શાળામાં કર્મચારીઓ દ્વારા મહામતદાન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા ભારતીય મજદૂર સંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને પેન ડાઉન,  ચોક ડાઉન,શટ ડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમજ આ દિવસે જીન પ્લોટ પે.સે. શાળા ખાતે એક મતદાન બુથ શિક્ષકો તથા તમામ કેડરના કર્મચારીઓ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું જેમાં તમામ શિક્ષકોએ મતપત્રમાં ટીક માર્ક કરીને મતદાન કર્યું હતું. શિક્ષકોની વિવિધ માગણીઓ પૈકી મુખ્ય માગણી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવામાં આવે તેવી છે જૂની પેન્શન યોજના માગણી સ્વીકારવામાં નહીં આવે તો 9 માર્ચના રોજ તમામ વિભાગના કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ અને સાફો પહેરીને જયશ્રીરામના નાદ સાથે ગાંધીનગર આંદોલન કરશે તેવું પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભેસાણના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ભુવાએ જણાવ્યું હતું .
આ સમગ્ર કાર્યક્રમની જહેમત પ્રાથમિક શૈક્ષિક  મહાસંઘના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ભુવા, મંત્રી શ્રી ગૌરાંગભાઈ જેઠવા, સંગઠન મંત્રીશ્રી દિલીપભાઈ ડાંગર, ઉપાધ્યક્ષશ્રી સંજયભાઈ વાછાણી જિલ્લા મંત્રી ભારતીબેન ગોંડલીયા તેમજ રજનીભાઈ હિરપરા અને તરુણભાઈ દુબે એ ઉઠાવી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to