November 22, 2024

સરકારી વિનયન અને વિજ્ઞાન  કોલેજ દેડિયાપાડામાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયકોનિક સ્થળ મુલાકાતનું તા. 11/10/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું

Share to

વિદ્યાર્થીઓ ગુજરાતના આયકોનિક સ્થળથી પરિચિત થાય અને આયકોનિક સ્થળ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે તે બદલ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડામાં પ્રિન્સિપાલ શ્રીમતિ ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં કૉલેજ દ્વારા દેડિયાપાડા મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા સાથે સંકલન કરી વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટેચ્યુ ઑફ યુનિટી – એકતાનગર કેવડીયા ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ આયકોનિક સ્થળ મુલાકાત અંતર્ગત સ્થાનિક દેડિયાપાડા મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા પણ જોડાયા હતા. જેઓએ પણ સ્ટેચ્યુ ઑફ યુનિટી – એકતાનગર કેવડીયાની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત જોડાયેલા 60 વિદ્યાર્થીઓ અને અત્રેની કૉલેજના 04 અધ્યાપકો ડૉ. ચનાભાઈ ટાલીયા, ડૉ. રીતેશકુમાર પરમાર, પ્રા. પ્રિતીકાબેન વસાવા, પ્રા. યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટીના મેઝ ગાર્ડન(ભૂલ ભુલૈયા), વેલી ઑફ ગાર્ડન, ડેમ વ્યૂ, વ્યુવિંગ ગેલેરી વગેરેની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના વ્યુવિંગ ગેલેરીમાં રહેલા ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને શ્રીસરદાર પટેલ દ્વારા નર્મદા પરના ડેમના શિલાન્યાસ, સ્ટેચ્યુની 182 મીટરની ઊંચાઈ, જળસંપદા અને તેમાંથી ઉત્પન્ન થનારી વીજળીનું વિતરણ જેવી બાબતો સહિત સ્ટેચ્યુનું નિર્માણ કરનારા એલ એન ટી કંપની વગેરે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રવાદ અને સુશાસન જેવા સિદ્ધાંતોથી આવનારી પેઢીને માટે પ્રેરક બનાવવા માટેનો છે. ભારતની એકતા, અખંડતિતા અને પ્રમાણિકતાના પ્રતીક સમાન આ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયના વિકાસને વેગ મળે એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં બીજા ૫ણ ઘણાં બઘા પ્રોજેક્ટ પણ આકાર લઇ રહયા છે, જેમાં ઉત્કૃષ્ટ સ્તરની પ્રવાસન સુવિધાઓ અને ઉત્તમ વાહનવ્યવહાર માટેની માળખાગત સુવિધાઓથી માંડીને આદિજાતિ વિકાસ, તેમના આરોગ્ય અને શિક્ષણ માટે પાયાની સુવિધાઓ સહિતના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
અહી આવેલ વેલી ઓફ ફ્લાવર્સ પણ ખાસ આકષણનું કેન્દ્ર બને છે. જેમાં વિવિઘ જાતના ૨૪,લાખથી પણ વધુ છોડ જોવા મળે છે. વેલી ઓફ ફ્લાવર્સને છોડની જાત વિગેરેના આઘારે પાંચ અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવી છે, જેમાં ગાર્ડન ઓફ સેન્સ એન્ડ પંચતત્ત્વ ગાર્ડન, ગ્રીન એનર્જી એન્ડ અપસાઈક્લિંગ પાર્ક, સરદાર પાર્ક તેમ જ બટરફ્લાય ગાર્ડન અને એડવેન્ચર પાર્કનો સમાવેશ થાય છે.
વેલી ઑફ ફલાવરમાં વિવિધ પ્રકારના ફૂલ-છોડનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ડેમ વ્યૂ પરથી વિદ્યાર્થીઓએ ડેમનો અદ્ભુત નજારો જોવાનો લહાવો લીધો હતી. સ્ટેચ્યુ ઑફ યુનિટીના ગાઈડ ભાવનાબેન તડવી દ્વારા તમામ સ્થળોનો પરિચય કરાવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટી એક અદ્ભુત કલાકારીગરીનો નમૂનો છે જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ હોય પ્રવાસન માટેનું સ્થળ છે. જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો. સમગ્ર કાર્યક્રમ પ્રિ. ડૉ. એ. કે. પટેલની અધ્યક્ષતા હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો.


Share to