October 16, 2024

જૂનાગઢ ના કેયુરભાઈ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા  સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધીને અરજદારને પરત કરી

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર કેયુર યશવંતભાઇ રાવલ જૂનાગઢના વતની હોય, કેયુરભાઇ પોતાના ઘરેથી ઓટો રિક્ષામાં બેસી એમ.જી. રોડ તરફ જતા હોય તે દરમ્યાન કેયુરભાઇની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ઓટો રિક્ષામાં જ ભુલાય ગયેલ હોય. કેયુરભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા કે ફોરવ્હીલની ચાવી મળી આવેલ નહિ* ફોરવ્હીલની ચાવી કેવી રીતે શોધવી?? ફોરવ્હીલની ચાવીની કિંમત પણ ખૂબ વધારે હોય તથા નવી ચાવી બનાવવામાં સમય પણ લાગે તેમ હોય. જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હોય આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, નરેન્દ્રભાઇ દયાતર, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કેયુરભાઇ રાવલ એમ.જી. રોડ ખાતે આવવા જે ઓટો રિક્ષામાં બેસે છે તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી કેયુરભાઇ જેનેલી શોપીંગ સેન્ટર ખાતે ઓટો રિક્ષામાંથી ઉતરતા જણાય આવેલ છે જે આધારે તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-17-UU-0092 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા કેયુરભાઇની I20 ફોરવ્હીલની ચાવી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કેયુરભાઇ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કેયુરભાઇએ જણાવેલ કે તેમને આ ચાવી પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ ચાવી પોલીસે શોધી આપતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કેયુરભાઇ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી તાત્કાલીક શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed