ઝગડીયા ની અનેક કંપની ની અંદર તેમજ કંપની ની દીવાલ સાથે આવાસો બનાવી તેમાં રાખતા કંપની સતાધિસો…
જો ગેસ ગડતર તેમજ કંપની માં બ્લાસ્ટ થાય અને જો કોઈ માનવ જિંદગી હોમાય તો તેનું જવાદાર કોણ..??
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભરૂચ જિલ્લાએ વિતેલા સમય દરમિયાન ઔદ્યોગિક
ક્ષેત્રે મોટો વિકાસ કરતા જિલ્લો ઔધોગિકરણની બાબતે
રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવવામાં સદભાગી બન્યો છે અને કંપનીઓ માં ભારત ના અનેક રાજ્યો ના કામદારો કામ કરતા હોઈ છે જેમાં કેટલાય શ્રમિકો પણ હોય છે જેઓ કંપનીઓમાં કન્સ્ટ્રક્શન સાઈડ તેમજ અન્ય જોખમી કામ કરતા હોઈ છે આ શ્રમિકો આદિવાસી પટ્ટા ના છોટાઉદેપુર કવાટ તેમજ મધ્યપ્રદેશ ના પરિવારો મુખ્યત્વે કામ કરવા આવતા હોય છે જેવો દૂરથી આવતા હોય તેવો પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી હોતી જેનો લાભ ઉઠાવી કેટલાક ઉદ્યોગો ના સત્તાધીશો જોખમી ગણાતા એવા તેઓની કંપનીની અંદર જ અથવા કંપનીની બહાર કેટલાક પતરા ના શેડ ઉભા કરી અને રહેવા માટે બનાવી આપતા હોય છે ઔધોગિક વિકાસ થયો એ સારી વાત ગણાય,પરંતુ ક્યારેક કેટલાક કંપની સંચાલકો કંપનીમાં કામ કરતા કામદારો કે શ્રમિકોની સલામતી બાબતે ઉણા ઉત્તરે કે પછી લાપરવાહી બતાવે તો આ વાત કોઇપણ રીતે ચલાવી લેવાય નહિ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં અવારનવાર બ્લાસ્ટ,આગજની, કે ગેસ લિકેજ, જેવી દુર્ઘટનાઓ સર્જાય છે.અને ભુતકાળમાં આ પૈકી કેટલીક દુર્ઘટનાઓમાં મહામુલી માનવ જીંદગીઓ પણ નંદવાઇ હતી,છતાં કેટલાક કંપનીસંચાલકોને મન હજી જાણે કામદારો કે શ્રમિકોની જીંદગીનું કોઇ મહત્વ હોય એમ જણાતું નથી. જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં કંપની સંકુલમાં પતરાના આવાસો બનાવીને કામદારોને રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. ભુતકાળમાં જીઆઇડીસીમાં સર્જાયેલ જીવલેણ દુર્ઘટનાઓ બાદ પણ હજુ કંપની સંચાલકો માનવ જીંદગીની સલામતી બાબતે સભાન નથી, અથવા તો બેદરકારી બતાવી રહ્યા છે એ વાત આ બાબતથી સાબિત થઇ રહી છે.ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીમાં નોટિફાઈડ એરિયા કચેરી તેમજ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન કાર્યરત છે,ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે (માનવતાની દ્રષ્ટિએ પણ) દરમિયાનગીરી કરી શકે. છતાંજાણે માનવ જીંદગીઓને સસ્તી સમજી બેઠેલા કંપની
સંચાલકોને કેમ સમજ નથી આવતી એ પણ એક સવાલ છે !
ઝગડીયા GIDC ખાતે વારંવાર બ્લાસ્ટ ગેસ લિકેજ કે અન્ય દુર્ઘટના સર્જાતી રહે છે ત્યારે કંપની
સંકુલમાં રખાતા લોકોને કોઇ નુકશાન કે જાનહાની થાય તો
એ માટે કોન જવાબદાર તે પણ એક પ્રશ્ન ઉદભવ્યો છે ? કંપની સંચાલકોને કે પછી શું આવી બાબતોને આડકતરી રીતે પોષતા જવાબદાર તંત્રના સત્તાધીશો..?જે બાબતે કોઈ જવાબ આપશે ખરું? કે પછી મુંગા મોઢે વહીવટી તંત્ર ખુલી આંખે બધો ખેલ તમાશો જોયા કરશે…ત્યારે ઊંઘ માં પોઢેલા તંત્ર અને કંપની એસોસિએશન ને આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થયે આંખો ખુલશે કે પછી ઘોર નિંદ્રા માંજ રહે છે તે જોવું રહ્યું… વધુમાં મળતી વિગતો અનુસાર આવનાર સમય માં આ બાબતો પ્રત્યે જિલ્લા તેમજ રાજ્ય સ્તરે પણ કેટલાક સામાજિક સઁગઠનો દ્વારા રજુઆત કરવામાં આવનાર હોવાની વાતો સાંપડી છે …