05-01-24 ભરૂચ, દૂરદર્શી ન્યૂઝ..
મહારાષ્ટ્ર તરફથી શેરડી કટિંગના કામ અર્થે શ્રમજીવીઓ આવતાની સાથેજ દેશી દારૂ ના વેચાણમાં વધારો થઈ જતો હોઈ છે…
ઝગડીયા,નેત્રંગ, વાલિયા,તાલુકા સહીત ઉમલ્લા, રાજપારડીમાં દેશી દારૂ માં વપરાતા અખાદ્ય ગોળ ફટકડી વેચનાર દુકાનદારો ની ચાંદી થઈ રહી છે….
DNS NEWS REPORT, satish vasava
ભરૂચ જિલ્લા ના ઝગડીયા રાજપારડી ઉમલ્લા નેત્રંગ વાલિયા સહિત ના મુખ્ય વેપારી મથક માં મોટા પાયે અખાદ્ય ગોળ,ફટકડી, જેવા દારૂમાં વપરાતા વસ્તુઓ બજારમાંથી વિના પાસ પરમીટ બે રોકટોક મળતા હોવાની લોક ચર્ચા એ જોર પકડ્યું છે જેમાં મોટા પાયે કેટલાક દુકાનધારક કાયદાને નેવે મૂકી અન્ય ચીજ વસ્તુઓ વેચવાની આડ માં મુખ્યત્વે દેશી દારૂ બનવતા બુટલેગરો ને અખાદ્ય ગોળ ફટકડી જેવી ચીજોની મોટા પાયે સપ્લાય કરી રહ્યા હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે ફાઈલ::જેના દ્વારા બુટલેગરોની બેફામ દેશી દારૂની હાટડીઓ સમગ્ર વિસ્તારમાં ધમધમી રહી છે અને લોકો દારૂ નું સેવન ફેફિકરાઈ થી કરી રહ્યા છે તો બીજી તરફ આ વિસ્તારમાં મહારાષ્ટ્ર થી શેરડી ના કટીંગ અર્થે આવેલ શ્રમજીવીઓ આવતાની સાથેજ દેશી દારૂ પીનારાઓ માં વધારો થઈ જતા માર્કેટમાં ઉછાળો આવ્યો હોય તેવી તેજી આવી જતી હોય છે વાલિયા, નેત્રંગ, ઝગડીયા,ઉમલ્લા, રાજપારડી, જેવા મુખ્ય મથકોના કેટલાક બેનંબરી વેપારીઓ અને દુકાનધારકો નો માલ મોટી માત્રા માં વેચાતા તેઓની પણ ચાંદી થઈ જતી હોવાની પણ વાતો એ જોર પકડ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ રોજબરોજ 80 રૂપીયા 50 રૂપિયા જેટલાં નો દેશી દારૂ પકડાતો હોવાની ફરિયાદો એફ આઈ આર આમ થઈ ગઈ છે તેમ કહી શકાય ત્યારે દારૂ ની સાથે સાથે જો અખાદ્ય ગોળ અને ફટકડી ગેરકાયદેસર રીતે રાખતા અને વેચાણ કરતા કેટલાક બે નંબરી વેપારીઓ ઉપર પણ પોલીસ લાલ આંખ કરી તેઓ ઉપર પણ કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે….
અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારો માં દેશી દારૂ નું દુષણ વધુ વકરી રહ્યું છે જેમાં અશિક્ષિત વર્ગ મોટા પાયે આના દુષપરિણામ ની ચિંતા કર્યા વિના આનું સેવન કરે છે… પરંતું જો વાત કરવામાં આવે તો આ દુષણ વેગ અને વધારો કરવામાં અમુક કેટલાક દુકાન ધારકો અને અનાજ કરિયાણા ના વેપારીઓ પણ તેટલાજ ભાગીદાર છે જેટલાં દારૂ ના હડ્ડા ચલાવનાર ગાંધી ના ગુજરાત માં દેશી દારૂ ના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે કેટલીક બેહનો માતા વિધવા બની છે ત્યારે અમારા પ્રતિનિધિ દ્વારા એક ગામના ફળિયા નો મૌખિક જાણકારી લેતા તે ફળિયા માં 60 થી વધુ જુવાન અને અપરણિત યુવકો સહિત મહિલાઓ પણ દારૂ ના કારણે મોત ને ભેટી હોવાની વિગતો મળી હતી ત્યારે કહી શકાય કે દારૂને વેંચતા મોતના સોદાગરો સાથે સંકળાયેલા લોકો સહિત અખાદ્ય ગોળ ના વેપારીઓ ઉપર પોલીસ પ્રશાશન દ્વારા કાર્યવાહી થાય તેવી લોકચર્ચા એ જોર પકડ્યુ છે ..
More Stories
દારૂ ભરેલી ગાડી બોડેલી રેલવે ફાટકના કોતર માં ખાબકી
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી