લોક દરબાર બાદ.નેત્રંગ પોલીસ નો સપાટોચાર રસ્તા પર આડેધડ પાર્ક કરાતા વાહનો તેમજ રોડ પરના દબાણો નો સફાયો બોલાવતા,

Share toટ્રાફિક સમસ્યા હલ.નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર,આર,ગોહિલ તેમજ સ્ટાફ થકી ભરૂચ જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામા યોજેલ લોક દરબાર મા નેત્રંગ ચાર રસ્તા પર ટ્રાફિક ની ગંભીર સમસ્યા માટે રજુઆત કરાતા આનુ નિરાકરણ તાત્કાલિક લાવવામા આવશે તેની ખાતરી લોક દરબાર મા એસપી મયુર ચાવડા તેમજ પીએસઆઇ ગોહિલે આપેલ તેના ગણતરીના સમયમાં જ
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર,આર,ગોહિલ તેમજ સ્ટાફ થકી છેલ્લા બે દિવસ થી ટ્રાફિક સમસ્યા ને હલ કરવા માટે કડક રીતે કાયઁવાહી હાથ ધરવામા આવતા ટ્રાફિક ને અડચણ રૂપ આડેધડ પાર્ક કરેલા ૨૮ વાહન ધારકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ કાયદેસર ની કાયઁવાહી કરી ડીટેન કરવામા આવેલ છે.
દુકાન ધારકો દ્રારા રોડ ઉપર દબાણો કરી લારીઓ, ગેરેજો, દુકાનો સામાન રોડ સુધી ગોઠવી ટ્રાફિક સમસ્યા ઉભી કરતા તત્વો સામે કડક રીતે કાયઁવાહી નેત્રંગ પોલીસ થકી શરૂ કરવામા આવતા લોકોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed