જૂનાગઢમાં કામ માટે આવેલા પોરબંદરના વતની મેરામણભાઈ ભાટુ નો કપડા, ડોક્યુમેન્ટસ જરૂરી સામાનનો થેલો ખોવાઈ જતા જુનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યો

Share to




રૂ. ૩,૦૦૦ ની કિંમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર મેરામણભાઇ સવદાસભાઇ ભાટુ પોરબંદરના વતની હોય, અને જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય. મેરામણભાઇ પોરબંદર જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલામાં તેમના કપડા, ડોક્યુમેન્ટસ તથા અન્ય જરૂરી સામાન હોય.* મેરામણભાઇએ આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો થેલો મળેલ નહિ, આગળ શું કરવુ તેની સમજ ન પડતા તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો. કોન્સ. અંજનાબેન ચવાણ, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી મેરામણભાઇ જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા મેરામણભાઇ પોતાનો રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો જે ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-27-TB-3282 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા મેરામણભાઇ ભાટુનો રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને મેરામણભાઇ સવદાસભાઇ ભાટુએ જણાવેલ કે તેમને આ થેલો પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલો પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા મેરામણભાઇ સવદાસભાઇ ભાટુનો રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to